(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને પાર્લામેન્ટ્રી બોર્ડની બાજ નજર દરેક સાંસદની કામગીરી પર બાજ નજર હોય છે. વડા પ્રધાનની ગુડબુકમાં એવા લોકોના નામ હોય જેમની અસરકારક કામગીરી હોય.2019ની લોકસભા માં મહિલાઓને પ્રતિનિધિત્વ આપતાં રામસીંગભાઈ રાઠવાને રિપીટ ન કરતા ગીતાબેન રાઠવાને ટિકિટ આપી જીતાડયા હતા. પણ પાંચ વર્ષમાં ગીતાબેનની કામગીરી ખાસ ઉડીને આંખે વળગે તેવી નહોતી. તેમની ઘણી ફરિયાદો ધ્યાને આવી હતી જેમકે
છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા પ્રજાના ફોન ઉપાડતા ન હતા. તેમજ સાંસદ કાર્યાલયનો વહીવટ તેમના પતિ ચલાવતા હતા.આદિવાસી સમાજના લોકો સમસ્યા લઇને તેમના ઘરે જાય ત્યારે તેઓ લોકોને મળતાં નહીં.અને યોગ્ય જવાબ પણ મળતો નહોતો.ઉપરાંત એમના વિસ્તારમાં જીઆઇડીસીની સ્થાપના,નસવાડી સંખેડા ટ્રેન સેવા પણ તેઓ શરૂ કરાવી શક્યા નથી. તેમજ ધારાસભ્યો સાથે પણ મન મેળાપ ઓછો હતો. જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં 5 વર્ષમા સાંસદનું કાર્યલય પણ ખોલ્યું નથી. એ સૌથી મોટા આશ્ચર્યની વાત હતી.વિધાનસભા વિસ્તારમાં કાર્યકરો સાથે ચર્ચા વિચારણા કરીને વિકાસના કામો મૂકવા જોઈએ. તે કામો કાર્યકરોને પૂછ્યા વગર જ મૂકી દેતા હતા. જેનાથી તેઓની છબી ખરડાઈ હતી.જેને પરિણામેં તેમની ટિકિટ કપાઈ ગઈ હતી.
તેઓનો આઇબી રિપોર્ટ દિલ્હી સુધી ગયો હતો જેનાથી તેઓની ટીકીટ મહિલા સાંસદ હોવા છતાંય કાપી નાખવામાં આવી હતી.
આ શીખ દરેક મહિલા ધારાસભ્ય, તાલુકા,જિલ્લા પ્રમુખ કે નગર પાલિકા પ્રમુખ મહિલા હોય અને સઘળો વહીવટ જો તેમના પતિદેવ કરતા હોય તો સમજવું કે આ તમારો છેલ્લો ચાન્સ છે. મહિલા સશક્તિકરણ ને બટ્ટો લગાડે તેવા વહીવટ કરનારા પતિદેવ પણ પાર્ટીની નજરમાંથી ઉતરી જતા હોય છે. ત્યારે ભાજપા માં આગળ વધવું હોય તો તમારી પોતાની બુદ્ધિમતા ઉપરાંત પ્રામાણિકતા અને સખત પરિશ્રમ સાથે પાર્ટી માટે સમર્પિત થનારા કાર્યકર્તાઓ જ પાર્ટીની ગુડ લુકમાં આવતા હોય છે.જેમને ગમે ત્યારે સારી તક મળી જતી હોય છે.