google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Home Gujarat વાવાઝોડાથી ઝઘડિયા પંથકમાં વ્યાપક નુકસાન : કેળ,શેરડી,કપાસ,કઠોર,આંબા તથા અન્ય બાગાયતી પાકને નુકસાન

વાવાઝોડાથી ઝઘડિયા પંથકમાં વ્યાપક નુકસાન : કેળ,શેરડી,કપાસ,કઠોર,આંબા તથા અન્ય બાગાયતી પાકને નુકસાન

0
57

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ઝઘડીયા પંથકમાં ગતરાત્રી આવેલા મીની વાવાઝોડાએ વ્યાપક નુકસાન કર્યું છે.ભારે પવન ફૂંકાયાની સાથે જ વીજળી પણ ડુલ થઈ ગઈ હતી, અચાનક આવેલા મીની વાવાઝોડાએ સામાન્ય ઝૂંપડાઓ તેમજ કાચા મકાનોના પતરા ઉડાડી પાડ્યા હતા.લગ્ન પ્રસંગોના તથા કથાના મંડપ મીની વાવાઝોડાના પગલે હચમચી ઉઠ્યા હતા.સોલાર પેનલ ના સ્ટ્રક્ચરો પણ ભારે પવનના પગલે હચમચી ઉઠ્યા હતા.ઝઘડિયા પંથકના કાંઠા વિસ્તારની સીમોમાં કેટલીક જગ્યાએ વૃક્ષો તથા તેની ડાળીઓ પણ ધરાસય થઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે,સાથે સાથે ખેતીમાં પણ ખૂબ મોટું નુકસાન હોવાનું ખેડૂતો દ્વારા જાણવા મળ્યું છે.ઝઘડિયા પંથકમાં વધુ નુકસાન કેળના પાકને તથા હાલમાં કેરીની સીઝન ચાલુ હોય આંબા પરની કેરીના પાકને થયું છે.ભારે પવન ફુકાવાના કારણે અધકચરી કેરીઓ પણ તૂટી પડી હતી.જેના કારણે મોટું નુકસાન ખેડૂતને થવા પામ્યું છે.ઝઘડિયા તાલુકાના કાંઠા વિસ્તારની વાત કરીએ તો મુલદ, ગોવાલી, નાનાસાંજા, ઉચેડિયા, રાણીપુરા, ઝઘડિયા ઉપરાંત કરાર અવિધા રાજપારડી અસા પાણેથા ભાલોદ વિસ્તારમાં પીયત ખેતીને ખૂબ મોટું નુકસાન થવા પામ્યું છે,કેળના લુમ સાથેના ઊભા થડીયા જમીનદોસ્ત થયા છે.ઉભી શેરડીનો પાક પણ ભારે પવનના પગલે જમીન દોસ્ત થઈ ગયો છે.તે જ પ્રમાણે અન્ય બાગાયત પાકો શાકભાજીમાં ગીલોડા પરવર ના મંડપોને પણ નુકસાન થવા પામ્યું હતુ.કપાસના ઉભા પાકને પણ નુકસાન થવા પામ્યું છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!