google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, June 16, 2024
HomeGujaratરાહુલ ગાંધીની ન્યાય જોડો યાત્રા આવી રહી છે ત્યારે ઘણા કોંગ્રેસ પક્ષ...

રાહુલ ગાંધીની ન્યાય જોડો યાત્રા આવી રહી છે ત્યારે ઘણા કોંગ્રેસ પક્ષ છોડી રહ્યા જે દુઃખની વાત છે : જગદીશ ઠાકોર પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ

- રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો રૂટનું નિરીક્ષણ કરવા કોંગ્રેસની ટિમ આવી નર્મદામાં

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

લોકસભાની ચૂંટણીને હવે થોડા જ મહિના બાકી રહ્યાં છે ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ પણ સક્રિય બની છે. ખાસ કરીને ભરૂચ લોકસભાંબેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર કોણ?એ ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો રૂટ જોવા કોંગ્રેસની ટિમ નર્મદામાં આવી હતી.ત્યારે આજે અનેક જિલ્લાના કોંગી કાર્યકરો અને હોદ્દેદારો એ કેસરિયો ધારણ કર્યો જે બાબતે પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે રાહુલ ગાંધીની ન્યાય જોડો યાત્રા આવી રહી છે.તે ઘણા કોંગ્રેસ પક્ષ છોડી રહ્યા જે દુઃખની વાત છે.અને એમને  અમારી શુભેચ્છાઓ આપીએ છે એમણે એ પણ જણાવ્યું કે એમનો કૉંગ્રેસમાં દબદબો હતો એના કરતાં સવાયો થાય તેવી શુભેચ્છા.જ્યારે ઈન્દ્રનિલ રાજ્ય ગુરુ સુખરામે પણ કહ્યું કે આજે કોંગ્રેસ છોડી ભાજપમાં જાય છે એ જુવો છો પણ ભાજપમાંથી કોંગ્રેસ માં કેટલા આવી રહ્યા છે એ નથી જોતા.પરંતુ આજે મીડિયા,પોલીસ,ઉદ્યોગપતિઓ ને વશ કરી ધાર્યું કરાવે છે ત્યારે અમારો કોંગ્રેસનો કાર્યકર લાખોની સંખ્યામાં અડીખમ ઉભો રહી 30 વર્ષ થી આ લોકો સામે લડી રહ્યો છે.એ પણ વાસ્તવિકતા ધ્યાન પર લેવી જોઈએ આ રૂટ ચેકીંગમાં જગદીશ ઠાકોર પૂર્વ પ્રમુખ,જિલ્લા પ્રભારી સંદીપ માગરોલા તેમજ  રામકૃષ્ણ ઓઝા સહિત નેતાઓ સ્થાનિકો નેતાઓ સાથે મીટીંગ કરી હતી.તેમની સાથે સ્થાનિક નેતાઓ પૂર્વ ધારાસભ્ય પી ડી વસાવા,જિલ્લા પ્રમુખ પ્રફુલ પટેલ સહીત સ્થાનિક આગેવાનો પણ જોડાયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!