google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeCrimeભરૂચ તાલુકા પોલીસ મથકમાં ફરજ નિભાવતી મહિલા પોલીસકર્મીએ સાસરિયાઓ સામે નોંધાવી ફરિયાદ

ભરૂચ તાલુકા પોલીસ મથકમાં ફરજ નિભાવતી મહિલા પોલીસકર્મીએ સાસરિયાઓ સામે નોંધાવી ફરિયાદ

- મહિલા પોલીસકર્મીએ સાસરિયાઓ સામે ખંડણી,દહેજધારા તથા મારામારી અને ઘરેલુ હિંસાની પતિ અને સાસુ મળી ૧૧ લોકો સામે ફરિયાદ

ભરૂચ,
સાસરીમાં હવે મહિલા પોલીસકર્મી પણ સુરક્ષિત નથી તેવો કિસ્સો સામે આવ્યો છે.જેમાં ભરૂચ પોલીસમાં ફરજ નિભાવતી પરણિત મહિલાકર્મીએ પોતાના પતિ અને સાસુ સહીત ૧૧ લોકો સામે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં ઘરેલુ હિંસા,મારામારી,ખંડણી,દહેજ માંગણી સહિત વિવિધ આઈપીસીની કલમ હેઠળ ગુનો દાખલ કરાવતા પોલીસે તપાસ આરંભી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતી મૂળ જુનાગઢ જીલ્લાના આલીધ્રાગામની અને હાલ ભરૂચ પોલીસ હેડ ક્વાટર્સ ખાતે રહેતી મહિલા પોલીસકર્મી ભાવનાબેન ધ્રાંગીયાએ ફરિયાદ નોંધાવી છે.જેમાં તેને જણાવ્યું છે કે પોલીસ વિભાગમાં છેલ્લા સાત વર્ષથી અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે.તેને ફરિયાદમાં આક્ષેપ કર્યા છે કે સમાજના રીતિરિવાજ મુજબ દેવાંગ મેવાડા સાથે તારીખ ૧૩-૧૨-૨૦૨૧ ના રોજ થયા હતા અને પતિ ૦૨-૦૧-૨૦૨૨ થી ભરૂચ રહેવા આવી ગયા હતા.
ત્યાર બાદ ૧૯-૦૫-૨૦૨૪ ના રોજ ફરિયાદીના કાકા રાજુભાઈ સાથે પંચ ભેગા કરી પતિ અને સાસુને ૨૧ લાખ રૂપિયા આપવા પડશે.જેથી ફરિયાદીએ સગા સંબંધીઓ પાસેથી હાથ ઉછીના લઈને ૧૨ લાખ રૂપિયા સમાજના પંચને આપેલા હોવાની હકીકત ફરિયાદીના કાકા રાજુભાઈએ ફરિયાદીને જણાવેલ અને ૯ લાખ રૂપિયા આપવા બાબતે જામીનદાર તરીકે દેવશીભાઈ વેસરાનાઓને રાખેલ.પરંતુ ફરિયાદી વધુ 9 લાખ રૂપિયા સક્ષમ ન હોય જેથી પંચને ખુબ આજીજી કરેલ અને છુટા છેડા અપાવી દો.ત્યાર બાદ પણ પંચો દ્વારા ફરિયાદીના કાકાને વારંવાર ફોન કરી બાકીના વધુ ૯ લાખ રૂપિયાની માંગણી કરી અને જણાવેલ કે નહિ આપો તો સમાજ બહાર મૂકી દઈશું.જેથી પતિ અને સાસુ દ્વારા સતત રૂપિયાની માંગણી કરવામાં આવતા શારીરિક માનસિક ત્રાસ આપી દહેજની માંગણી કરતા અને માર મારી,જાનથી મારી નાંખવાની ધમકી આપી અવાર નવાર પડાવી લઈ અને સમાધાન પેટે ૨૧ લાખ રૂપિયાની માંગણી સામે ૧૨ લાખ આપ્યા હતા જેવા આક્ષેપ કરી (૧) પતિ – દેવાંગ હમીર મેવાડા રહે,આલીધ્રા તા.મેદરડા જી.જૂનાગઢ (૨) સાસુ – જીવતીબેન હમીર મેવાડા રહે,આલીધ્રા તા.મેદરડા જી.જૂનાગઢ (૩) શાંતિભાઈ લીંબાભાઈ ખોડા રહે,નવાગામ વંથલી ,જૂનાગઢ (૪) દેવાભાઈ કાનાભાઈ ઝાપડા રહે,ગાંઠીલા,વંથલી, જૂનાગઢ (૫) પોલાભાઈ નાથાભાઈ ખાટરીયા રહે,ઢાંક,ઉપલેટા,રાજકોટ (6) હાજાભાઈ ફોગાભાઈ ખાટરીયા રહે,રહે,ઢાંક,ઉપલેટા,રાજકોટ (૭) રતાભાઈ પુજાભાઈ બાંભવા રહે,અમરાપડા ,જામનગર (૮) વાલાભાઈ પેથાભાઈ ટોરીયા રહે,માણાવદર,જૂનાગઢ (૯) મુરુભાઈ અમરાભાઈ ટારીયા રહે,માણાવદર,જૂનાગઢ (૧૦) શૈલેષભાઈ ગોવિંદભાઈ ઝાપડા રહે,ઝીંઝુડા,જૂનાગઢ (૧૧) લાખાભાઈ ખોડાભાઈ મેવાડા રહે,આલીધ્રા તા.મેદરડા જી.જૂનાગઢનાઓ સામે મહિલા પોલીસકર્મીએ ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં પતિ સહીત સાસરિયાઓ સામે ખંડણી, દહેજધારા, મારામારી, જાનથી મારી નાંખવાની ધમકી સહિત આઈપીસીની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!