google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratભરૂચ જીલ્લાના વિવિધ વિસ્તારોમાં વટ સાવિત્રીનું વ્રત કરતી મહિલાઓએ વડની પૂજા અર્ચના...

ભરૂચ જીલ્લાના વિવિધ વિસ્તારોમાં વટ સાવિત્રીનું વ્રત કરતી મહિલાઓએ વડની પૂજા અર્ચના કરી હતી

- ભરૂચ શહેર અને જીલ્લામાં વડની પૂજા અર્ચના કરવા માટે વહેલી સવારથી જ મહિલાઓ ઉમટી - પતિના લાંબા આયુષ્ય માટે વટ સાવિત્રીનું વ્રત કરાતું હોવાની રહેલી છે માન્યતાઓ

ભરૂચ,
જેઠ સુદ પૂનમ એટલે વટસાવિત્રીનો તહેવાર.આ દિવસે પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે અને વડના ઝાડની પૂજા – અર્ચના કરે છે.ધાર્મિક માન્યતા અનુસાર સાવિત્રીના પતિ સત્યવાનને વડનાં ઝાડ નીચે જીવનદાન મળ્યું હતું.ત્યાર થી જ આ વટ સાવિત્રીની તહેવારની ઉજવણી કરાઈ રહી છે.ભરૂચ શહેર અને જીલ્લામાં રહેતી મહિલાઓએ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વડની પૂજા કરવા માટે વહેલી સવાર થી જ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા અને ભક્તિભાવ પૂર્વક પૂજા અર્ચના કરી વ્રતનો પ્રારંભ કર્યો હતો.
જેઠ સુદ પૂનમના દિને વટસાવિત્રી વ્રત કરવામાં આવે છે.આ વ્રતમાં સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વડનાં ઝાડની પૂજા કરવામાં આવે છે અને તેમાં સુતર બાંધવામાં આવે છે.વટસાવિત્રીનું વ્રત, શુભ સમય, પૂજાની વિધિ અને પૂજામાં વપરાયેલી સામગ્રી વિષે ધાર્મિક દંતકથા અનુસાર, સાવિત્રીએ પોતાના પતિનો જીવ યમરાજથી બચાવ્યો હતો અને પુત્ર મેળવવા અને તેના સાસરાનું રાજ્ય પાછું મેળવવા માટે તેમની પાસેથી વરદાન પણ મેળવ્યું હતું.તેથી સ્ત્રીઓ આ ઉપવાસ તેમના પતિની દીર્ધાયુષ્ય અને સંતાન મેળવવા માટે કરે છે.આ સાથે એવું માનવામાં આવે છે કે આ વ્રતનું પાલન કરવાથી સુખ અને સમૃદ્ધિ મળે છે.
સૌભાગ્યવતી બહેનો સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને લાલ અથવા પીળા રંગના કપડાં પહેરીને તૈયાર થાય છે અને બધી પૂજા સામગ્રી એક જગ્યાએ એકત્રિત કરીને પ્લેટમાં રાખીને વડના ઝાડ નીચે સાવિત્રી અને સત્યવાનની મૂર્તિઓની સ્થાપના કરે છે અને વડના ઝાડના મૂળમાં પાણી ચઢાવ્યા બાદ ફૂલો,પલાળેલા ચણા,ગોળ અને મીઠાઈ ચડાવી દોરા અથવા સુતરને ઝાડની આસપાસ લપેટી સાત વાર પરિભ્રમણ કરી અને છેવટે નમન કરીને પરિક્રમા પૂર્ણ કરે છે.હાથમાં ચણા રાખીને વટ સાવિત્રીની કથા વાંચી અથવા સાંભળીને પૂજા કર્યા પછી બ્રાહ્મણોને ફળો અને કપડાંનું દાન પણ કરે છે.
વટ પૂર્ણિમાના દિવસે સત્યવાન-સાવિત્રીની કથા સાંભળવાનો મહિમા છે.
દંતકથા અનુસાર અશ્વપતિ નામના રાજાની પુત્રી સાવિત્રીએ નારદની ભવિષ્યવાણી જાણ્યા પછી પણ નાની ઉંમરે સત્યવાન સાથે લગ્ન કર્યા.લગ્નના એક વર્ષ પછી અચાનક સત્યવાન લાકડા કાપીને કંટાળી ગયો હતો અને એક વડના ઝાડ નીચે સુઈ ગયો હતો.જયારે સત્યવાનના જાગ્યો ત્યારે સાવિત્રીને નારદજીની ભવિષ્યવાણી યાદ આવી.સાવિત્રી તેના પતિના પ્રાણ યમરાજને લઈ જતા જોઈને તેના સૌ પુત્રોના વરદાનની યાદ આવી ગઈ હતી.સાવિત્રીના કઠોર તપ અને પવિત્રતા જોઈને યમરાજે સત્યવાનના પ્રાણ પાછા આપી દીધા હતા અને વડના ઝાડની નીચે તે પુનઃ જીવિત થવાના કારણે આ દિવસે વટસાવિત્રી અથવા તો વટ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે.
ભરૂચ જીલ્લામાં પરણિત સ્ત્રીઓએ પોતાના પતિના લાંબા આયુષ માટે વ્રત કરતી હોય છે.જેના પગલે ભરૂચના તમામ વિસ્તારોમાં સવારથી જ વડ ની પૂજા અર્ચના કરવા માટે સૌભાગ્ય વતી મહિલાઓ મોટી સંખ્યમાં ઉમટી હતી અને વડની પૂજા કરી પતિના લાંબા આયુષ માટે ઉપવાસ કરી વ્રતનો પ્રારંભ કર્યો હતો.
તો જંબુસર નગરમાં પણ મહિલાઓએ વટ સાવિત્રી વ્રતની ધાર્મિક રીતી રિવાજ મુજબ ઉજવણી કરી પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી.જંબુસર નગરના કાવા,ભાગોળ,તાડિયા હનુમાન સહિત પીસાદ મહાદેવ ખાતે આવેલ વડના ઝાડ નીચે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા સૌભાગ્યવતી મહિલાઓએ વટ સાવિત્રી વ્રતની પૂજા અર્ચના ભક્તિ ભાવપૂર્વક કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!