(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
આજરોજ વિશ્વ મહિલા દિવસની ઉજવણી દિવ્યાંગ ઉત્કર્ષ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર વિશિષ્ટ મહિલાઓનું સન્માન કર્યું હતું.જેમાં રમતગમત વિભાગમાં ખૂબ જ આગળ પડતા અને ગોલ્ડ મેડાલિસ્ટ એવા માનસી બેન વસાવા તેમજ તેઓની સાથે હિરલબેન વસાવા કે જેઓ કોચ તરીકે ફરજ બજાવે છે અને નિમિષાબેન મકવાણા જેવોનું પણ સન્માન કર્યું ખૂબ જ શ્રેષ્ઠ શિક્ષક તરીકે તેમજ જ્યોતિબેન જગતાપ કે જેઓ મહિલા તંત્રી ઉપરાંત જન કલ્યાણ સેવા ટ્રસ્ટના પ્રમુખઅને મહિલા સુરક્ષા સમિતિના સદસ્યા છે.અનેક વાર રક્તદાન કરનાર મહિલા અગ્રણી શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર અગ્રણી મહિલા નર્મદા જિલ્લાનું ગૌરવ ગણાય છે.એવા જ્યોતિ બેન જાગતાપ ઉપરાંત એમના જ દીકરી રૂજૂતા જગતાપ કે જેઓ જાણીતા ગ્રાફિક ડિઝાઈનર છે.જેમણે દેશભરના મોટા ઈવેન્ટ્સમાં ગ્રાફિક ડિઝાઈન માટે જાણીતી બનેલી ઋજુતા ગુજરાતની સફળ યુવા ગ્રાફિક ડિઝાઇનરનર્મદા જિલ્લાનું ગૌરવ હોઈ તેમનું સન્માન દિવ્યાગ ઉત્કર્ષ ફાઉન્ડેશન દ્વારા સન્માન કરાયું હતું.એ ઉપરાંત ૧૦ વાર નર્મદા બાર એસોસિઅનના પ્રમુખ રહેલા જાણીતા એડવોકેટ અને મહિલા અગ્રણી વંદનાબેન ભટ્ટનું પણ સન્માન કરાયું હતું.જેમાં સંસ્થાની ટીમ જેમ કે ઉપપ્રમુખ તપનભાઈ પટેલ,મંત્રી નિલેશભાઈ પટેલ ટ્રસ્ટી સ્વપ્નિલભાઈ પટેલ તેમજ અર્જુનભાઈ માલી આ બધા સાથે રહીને આજના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.દિવ્યાંગ ઉત્કર્ષ ફાઉન્ડેશનના પ્રમુખે જેઓ પોતે દિવ્યાંગ છે તેમણે પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે ખરેખર આજના કાર્યક્રમથી મને ખૂબ જ પ્રેરણા પણ મળી છે અને હું આજના મહિલા દિવસ નિમિત્તે સમગ્ર દેશની દરેક મહિલાઓને એક મેસેજ આપવા માગું છું કે તમે પણ આવીને આવી રીતે ઉત્તર ઉત્તર પ્રગતિ કરો તેમજ આગળ વધો એવી શુભેચ્છા દિવ્યાંગ ઉત્કર્ષ ફાઉન્ડેશન સંસ્થા હરહંમેશ દરેક મહિલાઓની સાથે છે.