google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratજંબુસરના બીએપીએસ મંદિર ખાતે કાર્યકર સુવર્ણ મહોત્સવ અંતર્ગત કાર્યકર અભિવાદન સમારોહ યોજાયો

જંબુસરના બીએપીએસ મંદિર ખાતે કાર્યકર સુવર્ણ મહોત્સવ અંતર્ગત કાર્યકર અભિવાદન સમારોહ યોજાયો

(સંજય પટેલ,જંબુસર)
જંબુસર બીએપીએસ મંદિર ખાતે યોગીજી મહારાજ દીક્ષિત સંત શ્રી દેવ સ્વરૂપ સ્વામીની નિશ્રામાં કાર્યકર અભિવાદન સમારોહ યોજાયો હતો.જેમાં ગુણાતીત સ્વામી, આદર્શ સ્વરૂપ સ્વામી, જ્ઞાનવીર સ્વામી,યશો નિલય સ્વામી, શુદ્ધાત્મા સ્વામી પધાર્યા હતા. અને કાર્યકરોનું અક્ષત તથા મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા.
આ પ્રસંગે જ્ઞાનવીર સ્વામીએ ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના ૮૨ ગામોમાં બીએપીએસ કાર્યકરો પોતાના પરિવારનું જતન કરવાને બદલે ગામડે ગામડે ફરી સત્સંગ કાર્ય કરે છે.બાપાને રાજી કરવા કથા વાર્તાનું સુખ આપવા ઉત્સાહથી સેવા કાર્ય કરે છે.ઉત્સવોમાં પણ કાર્યકરોનો દાખડો જોવા મળે છે. એમ કહી સત્સંગનું યથાર્થ સુખ ક્યારે પ્રાપ્ત થાય તે અંગે સમજાવતા કાર્યકરો સત્સંગની સેવા માટે સતત પ્રયત્નશીલ રહે છે તે પ્રસંગો જણાવ્યા હતા. જંબુસરના બીપીનભાઈ પટેલ,જયેશભાઈ પંચાલ સહિતના સેવકોની સેવા કાર્યની વાત કરી બિરદાવ્યા હતા.પૂજ્ય મહંત સ્વામીજીને પણ કાર્યકરોને સન્માનિત કરવાનો ઉમંગ છે,કાર્યકરો બીએપીએસ સંસ્થાનું અવિભાજ્ય અંગ છે તેમ જણાવ્યું હતું.
દ્રશ્ય શ્રાવ્યના માધ્યમથી સદગુરુ સંતોના મુખે કાર્યકરોનું મહત્વ જણાવ્યું કાર્યકરો સંસ્થાની કરોડરજ્જુ સમાન છે.તેઓ સંસ્થાના હાથ પગ છે. કાર્યકરોના સમર્પણની વાત કરી તન, મન, ધન, સમયનો ભોગ આપી કાર્ય કરે છે.તે માટે આશિષ પ્રદાન કર્યા હતા.અને અણીશુદ્ધ ચોખા થી અભિવાદન કરવા મહંત સ્વામીજીએ જણાવ્યું હતું. અને ડાંગર જાતે ફોલી ચોખા તૈયાર કરવા સંતોને આજ્ઞા કરી હતી.
આદર્શ સ્વરૂપ સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીની વાત કરી અક્ષરપુરુષોત્તમની ઉપાસનાની વાત સમજાવી યોગીબાપા એ વાણીમાં ઉચ્ચાર્યું કે દુનિયાના ખૂણે ખૂણે ભગવાન સ્વામિનારાયણ નામ ગુંજતું થશે, તે વાત પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા સાકાર થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.તેમ જણાવી પ્રસંગો સહિત સમજાવ્યું કાર્યકરોનું અભિવાદન શા માટે ? તે અંગે જણાવ્યું કે કરોડો મનવાઓ ભરવી છે,અક્ષરપુરુષોત્તમની નિષ્ઠા પાકી કરવી છે અને આ શ્વેતાંબર સાધુઓ આ કાર્ય કરી રહ્યા છે.સંસાર વ્યવહારની પ્રવૃત્તિઓ વચ્ચે આ સંકલ્પને સાકાર કરવા કટિબદ્ધ બન્યા છે અને તેમના અભિવાદનનો લાભ પ્રાપ્ત થયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!