google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratવાગરાની સાયખાની હેરંબા કંપનીમાં દુર્ઘટનામાં કામદારનો જીવ જોખમાયો

વાગરાની સાયખાની હેરંબા કંપનીમાં દુર્ઘટનામાં કામદારનો જીવ જોખમાયો

ભરૂચ,

વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસીમાં આવેલ હેરંબા ઓર્ગેનિકસ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં વેલ્ડિંગના તણખલાથી બ્લાસ્ટ થતાં એક કામદાર ગંભીર રીતે દાઝી જતા તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.સમગ્ર બનાવ અંગે મળતી વિગત અનુસાર જનરેટર રીપેરીંગ માટે ખાનગી કોન્ટ્રાક્ટનો ઓપરેટર મેઇન્ટનન્સ માટે આવ્યો હતો.આ દરમ્યાન જનરેટરની પાઇપનું વેલડિંગ કરતા આગનું તણખલું ઉડતા જનરેટરની ટેન્કમાં બ્લાસ્ટ થયો હતો.જેથી જનરેટર રિપેર કરી રહેલ ઉમેશ કુમાર ગંભીર રીતે દાઝી જતા પ્રથમ ભરૂચની એપેક્ષ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.ત્યાંથી ૮૦ ટકાથી વધારે શરીર સળગી જતાં તેને વડોદરા હોસ્પિટલમાં રિફર કરવાની ફરજ પડી હતી.ઘટના અંગે વાગરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!