google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratનિર્મળ ગુજરાત 2.0 ના ધ્યેયને સિદ્ધ કરવા નર્મદા કલેક્ટર તેવતિયાના અધ્યક્ષસ્થાને કાર્યશાળા...

નિર્મળ ગુજરાત 2.0 ના ધ્યેયને સિદ્ધ કરવા નર્મદા કલેક્ટર તેવતિયાના અધ્યક્ષસ્થાને કાર્યશાળા યોજાઈ

- ઘન-પ્રવાહી કચરાના વ્યવસ્થાપન, કેપેસીટી બિલ્ડિંગ અને લોકોમાં સ્વચ્છતાની ભાવના કેળવવા માટે અવેરનેસ પર વિશેષ ભાર મુકતા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોને “ગ્રાર્બેજ ફ્રી” તથા સાચા અર્થમાં સ્વચ્છ અને સુંદર બનાવવાના આશય સાથે આજરોજ જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના અધ્યક્ષસ્થાને એક દિવસિય “નિર્મળ ગુજરાત 2.0 અને સ્વસ્છ ભારત મિશન અર્બન 2.0” કાર્યશાળા યોજાઈ હતી.
કાર્યશાળા દરમિયાન કલેક્ટરે નર્મદા જિલ્લામાં સ્વચ્છતાની પ્રવૃત્તિને વેગ આપવા માટે અર્બન વેસ્ટ મેનેજમેન્ટ અમદાવાદના ટીમ લીડર વિનય પટેલ અને SEPT યુનિવર્સીટીના સેન્ટર ફોર વોટર એન્ડ સેનિટેશનના જય શાહ દ્વારા રજૂ કરાયેલા પ્રેઝન્ટેશનને નિહાળ્યા બાદ રાજપીપલા નગરપાલિકા સહિત તમામ તાલુકાઓને કચરા મુક્ત બનાવવા માટે ઘન-પ્રવાહી કચરા વ્યવસ્થાપન તેમજ ડોર ટુ ડોર કલેક્શનની કામગીરીને અસરકારક બનાવવા સંબંધિત અધિકારીઓને કેટલાંક રચનાત્મક સૂચનો આપીને પ્રેરિત કર્યા હતા.
વધુમાં કલેક્ટર તેવતિયાએ લોકોમાં લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધારવા, કેપેસીટી બિલ્ડિંગ તેમજ સ્વચ્છતાના વિવિધ પેરામીટર્સ પર વિશેષ ભાર મુકીને આઈ.ઈ.સી પ્રવૃત્તિને વેગવાન બનાવીને ભારત સરકાર દ્વારા પ્રારંભાયેલા સ્વચ્છતાના મહા અભિયાનને સાચા અર્થમાં સાકાર કરવા માટે નિર્મળ ગુજરાત 2.0 અને એસબીએમ અર્બન માટેની ગ્રાન્ટ,અત્યાર સુધી સ્વચ્છતા પર થયેલી કામગીરી અને ભાવિ રોડમેપ અંગે પણ ચર્ચા કરી હતી.સમગ્ર કાર્યશાળાનું સંચાલન રાજપીપલા નગરપાલિકાના ચીફ ઓફિસર રાહુલ ઢોડીયા દ્વારા કરાયું હતું.
આ પ્રસંગે મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાગર, ઈ.જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવ, પ્રાયોજના વહિવટદાર હનુલ ચૌધરી, નિવાસી અધિક કલેકટર સી.કે.ઉંધાડ,નાંદોદના પ્રાંત અધિકારી સર્વ ડો.કિશનદાન ગઢવી અને ડી.આર.સંગાડા,તમામ તાલુકાઓના મામલતદાર સર્વ અને તાલુકા વિકાસ અધિકારી સર્વ,જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ કાર્યશાળામાં જોડાયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!