(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
એચઆઈવી એઈડઝ પીડીતો અને સમલિંગીકો માટે દેશ અને વિશ્વભરમાં કામ કરનાર વર્લ્ડ સેલિબ્રિટી એવા રાજવી પરિવાર રાજપીપલાના પ્રિન્સ યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ કે જેઓ અમેરિકન સંસ્થા એઈડઝ હેલ્થ કેર ફાઉન્ડેશનના બ્રાન્ડ એમ્બેસેડર છે.તેઓને આજે એઈડઝ દિવસે ખાસ આમંત્રણ મળતાં અમદાવાદ ખાતે આજે યુવરાજ માનવેન્દ્રસિંહ ખાસ રેલીમાં જોડાયા હતા.
યુવરાજ માનવેન્દ્રસિંહે તેમની સંસ્થા દ્વારા કોન્ડોમના સ્ટેચ્યુ સાથે રેલીમાં જોડી 7000થી વધુ કોન્ડોમનું વિતરણ કર્યું હતું.તેમજ 40 ફૂટ મોટા કોન્ડોમ ઉપર સહી ઝુંબેશ કરી એચઆઈવી એઈડઝ થી બચીએ એવા સંકલ્પ સાથે શપથ પણ લેવડાવ્યા હતા.
ગુજરાતી રેડ ક્રોસ સોસાયટી અને ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિશ્વ એઇડઝ દિવસની ઉજવણીના ભાગરૂપે જન જાગૃતિ રેલી નીકળી હતી.જેમાં રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડ અને શિક્ષણ મંત્રી ડીંડોર રેલીમાં જોડાયા હતા.