google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, April 14, 2024
HomeGujaratWorld Day Of Remembrance For Road Trafic Victims અંતર્ગત 108 અને RTO...

World Day Of Remembrance For Road Trafic Victims અંતર્ગત 108 અને RTO દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

આજરોજ World Day of Remembrance for Road Trafic Victims અંતર્ગત 108 ઈમરજન્સી સેવા અને RTO વિભાગના સહયોગથી ભરૂચમાં ટોલનાકા પાસે રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
સમગ્ર વિશ્વમાં નવેમ્બર મહિનાના ત્રીજા રવિવારને  WORLD DAY OF REMEMBRANCE FOR ROAD TRAFFIC VICTIMS તરીકે ઉજવવામાં આવે છે.જે અંતર્ગત આજરોજ ભરૂચ 108 ઈમરજન્સી સેવા તથા રતો વિભાગના સંકલન સાથે ભરૂચ ટોલનાકા પાસે એક શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સૌ પ્રથમ રોડ ટ્રાફિક એક્સિડન્ટમાં મૃત્યુ પામેલાઓને મીણબત્તી સળગાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.આ સાથે એક પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી કે જેમાં કોઈપણ અકસ્માત કરીશ નહીં અને મારાથી કોઈપણ અકસ્માત ન થાય તેની તકેદારી રાખીશ આ સાથે જો કોઈ પણ રોડ અકસ્માત મારા ધ્યાને આવશે તો હું પ્રથમ એમની મદદે દોડી જઈશ અને 108 ને કટોકટીના સમયે કોલ કરી ઈજાગ્રસ્ત વ્યક્તિને મદદ કરીશ અને તેની મહામૂલી જિંદગી બચાવીશ.આ સાથે હું ગફલત ભર્યું ડ્રાઇવિંગ કરીશ નહીં ડ્રાઈવિંગ દરમ્યાન હેલ્મેટ અને સીલબેટ નો ઉપયોગ કરીશ એવા સાવચેતીના પગલાની બાબતે પણ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.આ સાથે 108 ઈમરજન્સી દ્વારા એમ્બ્યુલન્સ ડેમોસ્ટ્રેશનનો પણ આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં કોઈપણ ઈજાગ્રસ્ત વ્યક્તિને ઈમરજન્સી મદદ ન મળે ત્યાં સુધી કેવી રીતે એક સામાન્ય માણસ મદદ કરી શકે તે બાબતેને એક ડેમોસ્ટ્રેશન પણ કરવામાં આવ્યો હતો આ સાથે સાથે સીપીઆરની ટ્રેનીંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમમાં આરટીઓ વિભાગના કર્મચારીઓ 108 ના કર્મચારીઓ ભરૂચ ટોલનાકાના કર્મચારીઓ અને ટોલનાકા માંથી પસાર થતા વાહન ચાલકો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!