google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeGujarat"વિશ્વ પર્યાવરણ દિવસ" અંતર્ગત અંક્લેશ્વર નગરપાલિકા દ્વારા રેલી યોજી વૃક્ષારોપણ કરાયું

“વિશ્વ પર્યાવરણ દિવસ” અંતર્ગત અંક્લેશ્વર નગરપાલિકા દ્વારા રેલી યોજી વૃક્ષારોપણ કરાયું

ભરૂચ,
“વિશ્વ પર્યાવરણ દિવસ” અંતર્ગત અંક્લેશ્વર નગરપાલિકા દ્વારા રેલી યોજી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.
“નિર્મળ ગુજરાત અભિયાન” હાલ ચાલી રહ્યું છે.જે અન્વયે ૫ જૂન “વિશ્વ પર્યાવરણ દિવસ” અંતર્ગત અંક્લેશ્વર નગરપાલિકા દ્વારા નગરપાલિકા ઓફિસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જે રેલીને નગરપાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત,સભ્ય વિનયભાઈ વસાવા,અક્ષેશભાઈ પટેલ,ચીફ ઓફીસર કેશવલાલ કોલડિયા દ્વારા રેલીને લીલી ઝંડી આપવામાં આવતા રેલી “સ્વર્ણિમ લેકવ્યું પાર્ક” પહોંચી હતી.આ રેલી દરમ્યાન “વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો” તેમજ “વૃક્ષ છે તો જીવન છે” વિગેરે સૂત્રો બોલીને નાગરિકોને વૃક્ષો વધુ વાવીએ તો વરસાદ લાવવા માટે અને જીવનમાં ઑક્સિજન મેળવવા વૃક્ષની કેટલી જરૂરિયાત છે તે માટે જણાવ્યું હતું.સ્વર્ણિમ લેકવ્યું પાર્ક ખાતે હાજર મહાનુભાવો દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવ્યું. જે દરમ્યાન સેનેટરી ઈન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહીડા અને ઈન્ચાર્જ સેનેટરી ઈન્સ્પેક્ટર આસીફભાઈ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું.
આ રેલી દરમ્યાન ઓ.એન.જી.સીના અધિકારી તેમજ સી.આઈ.એસ.એફ અંક્લેશ્વરના કમાન્ડન્ટ કૃતિકા નેગી અને કમાન્ડન્ટ સ્ટાફના સભ્યો,રોયલ પેરામેડિકલ ઈન્સ્ટિટ્યૂટના સભ્યો,આઈ.આઈ.સી.એલ ઈન્સ્ટિટ્યૂટના સભ્યો,નગરપાલિકાના વિવિધ વિભાગના અધિકારીઓ,કર્મચારીઓ અને સફાઈ કામદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!