ભરૂચ,
આજથી ૩૨ વર્ષ પહેલા એક મામલતદારની ફુલ જેવડી દીકરીના લગ્ન થયા હતા.લગ્ન બાદ સાસરિયાઓના ત્રાસથી ફુલ જેવડી દીકરીએ આપઘાત કરવા માટે અગ્નિસ્નાન કરી લીધું અને સંપૂર્ણ શરીરે દાઝી જતા તેણીને સારવાર અર્થે ખસેડવામાં આવી જીવન મરણ વચ્ચે રહેલી દીકરીને પિતાએ લાખો રૂપિયાનો ખર્ચ કરીને નવું જીવન આપ્યું અને સંપૂર્ણ શરીરમાં પ્લાસ્ટિક સર્જરી કરાવી પરંતુ સાસરીયાઓએ ગંભીર રીતે દાઝેલી દીકરીના કાનમાં રહેલા સોનાના બુટા પણ ખેંચી લેતા દીકરીએ બંને કાન પણ ગુમાવ્યા હતા.
કહેવાય છે ને કે દીકરા નો જન્મ થાય તો પેંડા વહેંચાય અને દીકરીનો જન્મ થાય તો જલેબી પણ દીકરીના જન્મથી એવું પણ કહેવાય છે કે લક્ષ્મી આવી આ લક્ષ્મી રૂપે રહેલી દીકરીને માતા-પિતા ૧૮ વર્ષ સુધી તેને પાલનપોષણ શિક્ષણ આપે છે અને જ્યારે ૧૮ વર્ષની થયા બાદ તેના લગ્ન થાય છે ત્યારે તેની સાસરીમાં રહેલું દુઃખ પણ તે પોતાના માતા પિતાને કહી શકતી નથી અને અંતે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા હોય છે આવો જ એક કિસ્સો ભરૂચના એક મામલતદારની દીકરી સાથે આજથી ૩૨ વર્ષ પહેલા થયો હતો જે પ્રેમીલાબેન વરમોરા આ બેનના લગ્ન નાની ઉંમરે થયા હતા.
પ્રેમીલાબેન વરમોરાનું લગ્ન જીવન થોડા દિવસ માટે સારું રહ્યું અને ત્યારબાદ સાસરીયાઓએ દહેજની માંગણી અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું આ દીકરી સહન કરતી રહી પરંતુ તેણે ક્યારેય પોતાના માતા-પિતાને તેના સાસરિયાઓના ત્રાસની વાત ન કરી અને અંતે તેણીએ સાસરિયાંઓના ત્રાસથી આપઘાત કરવાનું વિચારી લીધું અને પોતાના જ ઘરમાં કેરોસીન છાંટી સળગી ઊઠ્યા અને ગંભીર રીતે એટલે કે ૭૫ ટકા દાઝી જતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાઈ હતી.ભરૂચ જિલ્લાની હોસ્પિટલમાં સારવાર દરમ્યાન પણ સાસરિયાઓની નજર ગંભીર રીતે દાઝી ગયેલી દીકરીના કાનો ઉપર હતી અને કાનમાં રહેલા સોનાની બુટ્ટીઓ ખેંચી લેતા ગંભીર રીતે દાઝી ગયેલી દીકરીએ કાન પણ ગુમાવવા પડ્યા હતા અને ત્યારબાદ ગંભીર રીતે દાઝી ગયેલી દીકરીની સારવાર માટે તેના પિતાએ લાખો રૂપિયાનો ખર્ચ કર્યો અને દીકરીને પ્લાસ્ટિક સર્જરી કરાવી ૯૦ દિવસ સુધી દાજી ગયેલી પ્રેમીલાબેન વરમોરા કાચની પેટીમાં રહી અને સતત સંઘર્ષ કર્યો અને તેના પિતાના આશીર્વાદથી પ્રેમીલા વરમોરાને નવું જીવન મળ્યું હોવાનો અનુભવ કર્યો અને ત્યારબાદ તેણે છૂટાછેડા બાદ પણ નવું લગ્ન કરવાનું વિચાર્યું નહીં પરંતુ કોઈ પણ દીકરી આપઘાત ન કરે અને પીડિતાને હંમેશા ન્યાય મળે તે માટેના પ્રેમીલાબેન વરમોરાએ પ્રયાસ કર્યા હતા.
સાસરિયાઓના ત્રાસથી ગંભીર રીતે દાઝી ગયેલી અને ડોમેસ્ટિકનો ભોગ બનેલી પ્રેમીલા વરમોરાએ ૩૨ વર્ષની અંદર હજારો પીડીતાઓને ન્યાય અપાવ્યો અને વિશ્વ મહિલા દિવસે પણ પ્રેમિલા વરમોરાએ દરેક પરણીત મહિલા હોય કે યુવતી હોય તેમને આપઘાતનો માર્ગ ન અપનાવો જોઈએ અને માત્ર ન્યાયની આશાએ લોકોની સલાહ લેવા માટે આશાઓ વ્યક્ત કરી છે અને તેણીએ આજે પણ પગ ભર રહી છે અને પોતાના પરિવારમાં દીકરા તરીકે સન્માન ભેર જીવન જીતાવી રહી છે.
વિશ્વ મહિલા દિન : ભરૂચમાં ડોમેસ્ટિકનો ભોગ બનેલી મામલતદારની દીકરી પીડિત પરણીતાઓને આપઘાત ન કરવા માટે આપી રહી છે આ સલાહ
- લગ્ન બાદ સાસરિયાંઓના ત્રાસથી અગ્નિસ્નાન કરી ચૂકેલી મહિલાને પિતાના આર્શીવાદથી નવું જીવન મળ્યું - મહિલાએ ૬ મહિના સુધી જીવન મરણ વચ્ચે હોસ્પિટલમાં છતાં સાસુએ કાન માંથી સોનાની બુટ્ટી ખેંચી લેતા કાન પણ ગુમાવ્યા હતા : પ્રેમીલા વરમોરા - સાસરિયાઓના ત્રાસથી આત્મહત્યાનો પ્રયાસ કરનારી અને સંપૂર્ણ શરીર પ્લાસ્ટિક સર્જરીથી જીવન વિતાવતી બહેને હજારો પીડિતાઓને અપાવ્યો ન્યાય - બળાત્કાર અડપલા છેડતી ઘરેલુ હિંસામાં પણ પીડિત મહિલાઓને ખડે પગે રહીને અપાવે છે પ્રેમીલા વરમોરા ન્યાય