google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ભરૂચ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી

ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ભરૂચ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી

ભરૂચ,
૨૧મી જુન એટલે વિશ્વ યોગ દિવસની સમગ્ર ભારત વર્ષમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી અને તેના ભાગ સ્વરૂપ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ભરૂચ ખાતે ઉજવણી કરવામાં આવી હતી.જેમાં જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી માંથી પ્રોબેશન ઓફિસરની જવાબદારી વહન કરતા એમ.વી.મુનીયા, બાળ સુરક્ષા અધિકારી વી.એન.ક્રિશ્ચન તથા બાળ સુરક્ષા કચેરી માંથી પધારેલા મહેમાનો,બાળ કલ્યાણ સમિતિ ભરૂચના ચેરમેન પીનાકીન કંસારા અને અન્ય સભ્યો તથા ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ભરૂચના સુપ્રિન્ડન્ટ ખુશ્બુ રાણા તથા સ્ટાફ તેમજ હોમની બાળાઓએ ભાગ લીધો હતો.
સૌપ્રથમ કાર્યક્રમની શરૂઆતમાં ચાઈલ્ડ વેલફેર કમિટીના સભ્ય મનોજ રામી દ્વારા યોગનું મહત્વ,યોગ દિવસ શા માટે ઉજવાય છે? તેમજ ૨૧મી જુનના દિવસે જ શા માટે ઉજવાય છે? તેવી વિગતવાર માહિતી આપવામાં આવી ત્યારબાદ અનુક્રમે સ્ફુર્તિ વ્યાયામ, ઉભા ઉભા થાય તેવા આસન, બેઠા બેઠા થાય તેવા આસન અને પ્રાણાયામ કરાવવામાં આવ્યા હતા.
ચાઈલ્ડ વેલફેર કમિટી ભરૂચના ચેરમેન પિનાકી કંસારા દ્વારા પ્રસંગને અનુરૂપ વાત કરી જીવનમાં યોગનુ શું મહત્વ છે તેનાથી ક્યા ફાયદા થાય તે સમજાવવામાં આવ્યું હતું.
સમાજ સુરક્ષા કચેરી માંથી પધારેલા એમ.વી.મુનીયા દ્વારા વ્યસન મુક્તિને ધ્યાનમાં રાખીને આજે યુવાનોમાં વ્યસનએ ફેશન બની ગઈ છે તેનાથી દેશ, સમાજ અને કુટુંબ બરબાદ થાય છે તેની ઉદાહરણ સહિત વિસ્તૃત સમજ આપવામાં આવી અને અંતે સંસ્થાના અધિકક્ષ ખુશ્બુ રાણા દ્વારા આભાર પ્રવચન કરી કાર્યક્રમને પુર્ણજાહેર કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!