google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratજંબુસર - પાદરા રોડના સમારકામ અંગે ટ્રક ઓનર એસોસિએશન દ્વારા સીએમને લેખિત...

જંબુસર – પાદરા રોડના સમારકામ અંગે ટ્રક ઓનર એસોસિએશન દ્વારા સીએમને લેખિત રજૂઆત કરાઈ

(સંજય પટેલ,જંબુસર)
જંબુસર – પાદરા રોડ જે વાહન વ્યવહારની ધમધમતો રોડ છે.આ રોડ પરથી સૌરાષ્ટ્ર તરફ જતા વાહનો પણ પસાર થાય છે.આ રોડ બિસ્માર હાલતમાં છે.આ રોડ પર મોટા ખાડી પડી ગયા છે. પરંતુ બહેરા તંત્રના કાને જનતાનો અવાજ પહોંચતો નથી.મોટા ખાડાઓને લઈ આ રોડ પર વારંવાર અકસ્માતોના બનાવો બનતા હોય છે.તંત્ર નિંદ્રાદિન હોય તેમ ખાડા પૂરવામાં આવતા નથી. સદર બાબતે જંબુસર ટ્રક ઓનર એસોસિએશનને જંબુસર તથા પાદરા ધારાસભ્યને રજૂઆતો કરી છે.હાલમાં જ આ રોડ ફોર લેનની કામગીરી કાર્યરત હોય પરંતુ જૂના રોડ પર મસમોટા ખાડા પૂરવામાં આવે તે અંગે જંબુસર એસોસીએશન પ્રમુખ રોમેશભાઈ શાહના માર્ગદર્શન હેઠળ મંત્રી કિરણકુમાર પટેલે અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન અમદાવાદને લેખિત રજૂઆત કરી પડેલ ખાડાના જીપીએસ લોકેશન સાથેના ફોટા જોડી,મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સીએમઓના આઈડી પર જાણ કરવામાં આવેલ છે.
જે અંગે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટે એસોસિએશનએ કરી જણાવ્યું હતું કે ગત વર્ષ ચોમાસામાં ભારે વરસાદના કારણે મોટા ખાડા પડી ગયેલ છે.આ રોડ ખૂબ જ બિસ્માર હાલતમાં છે.જેને લઈ સામાન્ય નાગરિક, ટ્રક ડ્રાઈવરોને ખૂબ જ તકલીફ પડે છે અને ગંભીર અકસ્માત સર્જાય છે.ડ્રાઈવર ક્લીનરને ઈજાઓ પણ થાય છે,ગાડીઓને નુકસાન થાય છે.જેને લઈ માલિકોને આર્થિક નુકસાન વેઠવું પડે છે.ધારાસભ્યને જાણ કરવા છતાંય કોઈ પગલા લેવાયા નથી.તો તાત્કાલિક ધોરણે આ રોડની મરામત કરવામાં આવી તેવી વિનંતી કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!