(જયશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડિયા તાલુકાના યુવા એડવોકેટ અને મૂળ ભાલોદ ગામના વતની એવા સતિષભાઈ વ્યાસ ઝઘડિયા કોર્ટ ખાતે ૨૦૦૧ થી વકીલાતનો વ્યવસાય કરતા હતા. દિવાળી વેકેશન દરમ્યાન તેઓ તેમના પરિવાર સાથે દ્વારિકા યાત્રા પર ગયા હતા.સતીષભાઈ વ્યાસ રવિવારે દ્વારિકા હતા ત્યારે સવારના ૧૧ કલાક દરમ્યાન તેઓને અચાનક હૃદય રોગનો હુમલો આવ્યો હતો.જેથી તેમને સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.હોસ્પિટલના તબીબોએ સારવાર દરમ્યાન સતિષભાઈને મરણ જાહેર કર્યા હતા.યુવા એડવોકેટના અવસાનથી ઝઘડિયા બાર એસોસિએશન તથા વકીલ આલમમાં શોકનુ મોજુ પ્રસરી જવા પામ્યુ હતુ.જાણવા મળતી માહિતી મુજબ મીઠાપુર ખાતે બોડીનુ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.
બાર એસોસિએશનના પ્રમુખ દક્ષેશભાઈ રાંદેરિયા તથા બારના સભ્યો દ્વારા સતિષભાઈ વ્યાસના પરિવારજનો પર આવી પડેલ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી.