google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, April 19, 2024
HomeGujaratછોટાઉદેપુરના ઝોઝ ખાતે રાત્રિ દરમ્યાન ખેતરની ચારે તરફ તાર બાંધી તેના પર...

છોટાઉદેપુરના ઝોઝ ખાતે રાત્રિ દરમ્યાન ખેતરની ચારે તરફ તાર બાંધી તેના પર ઉતારેલ કરંટ લાગતા એક યુવકનું મોત

(ફૈજાન ખત્રી,છોટાઉદેપુર)

છોટાઉદેપુરના ઝોઝ ગામે ગત રાત્રીએ ખેતરમાં છેડે ભૂંડના ત્રાસથી પાક બચાવવા માટે તાર બાંધી તેના પર વીજ કરંટ ઉતારતા કરંટ લાગવાથી મોત થયાનો ઘટના સામે આવી છે.છોટાઉદેપુર જીલ્લાના વીરપુરના રહીશ વિરેન્દ્રભાઈ મનસુખભાઈ રાઠવા અને તેમના મિત્ર હરિભાઈ કામ અર્થે ઝોઝ ખાતે ગયા હતા ત્યારે રાત્રીના અગિયાર વાગ્યાના આરસામાં પોતાની મોટર સાયકલ લઈને પોતાના ઘરે પરત જતી વખતે રસ્તામાં તેમના સંબંધી ભીમસિંગભાઈ રાઠવાના ઘર પાસે મકાઈના ખેતરમાં પાણી લીધું હતું.ત્યારે પગદંડી રસ્તો સાંકળો અને ભીનો હતો,જેથી હરિભાઈ ત્યાં જ ઉતરી ગયા હતા.ત્યાંથી વીરેન્દ્રભાઈ મનસુખભાઈ રાઠવા પોતાની મોટર સાયકલ લઈને પસાર થતા હતા.અને હરિભાઈ ચાલતા આવતા હતા.ત્યારે વિરેન્દ્રભાઈની મોટરસાયકલ કાબૂ ન રહેતા તેઓ નીચે પગ મૂકવા જતાં મકાઈના ખેતરની ફરતે તારની વાડ કરી હતી તેના ઉપર ખેતર માલિકે વીજ કરંટ ચાલુ કર્યો હતો.આ ચાલુ વીજ કરંટ તારને વિરેન્દ્રભાઈનો પગ અડી જતા નીચે પડી ગયા હતા અને કાઈ બોલતા ન હતા,ત્યારે હરિભાઈ વિરેન્દ્રભાઈને જગાડવા જ્યાં તેઓને પણ કરંટ નો ઝાટકો લાગ્યો હતો જેથી તાત્કાલિક ખેતર માલિકને જગાડીને વીજ કરંટ બંધ કરાવીને વિરેન્દ્રભાઈ મનસુખભાઈ રાઠવાને 108 બોલાવીને ઝોઝ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જતા તેઓને મૃત જાહેર કર્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!