google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeCrimeબોડેલી અલ્હાદપુરા મુખ્ય કેનાલની રેલીંગ તોડીને બાઈક સવાર યુવક પાણીમાં ખાબક્યો

બોડેલી અલ્હાદપુરા મુખ્ય કેનાલની રેલીંગ તોડીને બાઈક સવાર યુવક પાણીમાં ખાબક્યો

(ફૈજાન ખત્રી,છોટાઉદેપુર)

બોડેલીના અલ્હાદપુરા પાસેથી પસાર થતી કેનાલમાં બાઈક સાથે યુવક કેનાલમાં ખાબક્યો હતો. અલ્હાદપુરા તરફથી બોડેલી તરફ આવતા યુવક બાઈક સાથે કેનાલમાં રેલિંગ તોડી ખાબક્યો હતો. બનાવ બનતા ત્યાંથી પસાર થતા વટેમાર્ગુઓના લોકટોળા કેનાલ પર ઉમટયા હતા.

બનાવની જાણ થતા બોડેલી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી કેનાલ માંથી બાઈક બહાર કાઢવાની સાથે યુવકની શોધખોળની કામગીરી હાથધરી હતી. કેનાલમાં બાઈક સાથે પડેલ યુવાન સાલોજ ગામનો હોવાનું અનુમાન છે. તેમ જાણવા મળેલ છે.પોલીસે વધુ તપાસ હાથધરી યુવકનુ નામઠામ અંગે તપાસ શરૂ કરી છે.બોડેલી અલ્હાદપુરા વચ્ચેથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં સાંજના પાંચ વાગ્યાના આસપાસ એક બાઈક સવાર યુવાન કેનાલમાં ખાબક્તા લોક ટોળા ઉમટી પડ્યા હતા.યુવાન નર્મદા કેનાલના માર્ગ પરથી વાઘોડિયા તરફ જઈ રહ્યો હતો તેં દરમિયાન અલ્હાદપુરા બોડેલી વચ્ચેથી મુખ્ય કેનાલમાં આકસ્મિક રીતે બાઈક સાથે યુવાન રેલિંગ તોડી કેનાલમાં ખાબક્યો હતો ત્યારે આજુબાજુનાં વાહન ચાલકોએ તત્કાલ પોલીસને જાણ કરી હતી. ઘટના સ્થળથી અડધો કિલોમીટર દૂરથી બેગ તરતી મળી આવી હતી. બેગમાં તપાસ કરી તો આધાર કાર્ડ વિગેરે ડોક્યુમેન્ટ હતા, તેને આધારે તપાસ ચાલી રહી છે. જયેન્દ્રભાઈ અરવિંદભાઈ કોલચા (રહે. 

સાલોજ જી. વડોદરા)ના નામે ડોક્યુમેન્ટ થેલામાંથી મળી આવ્યા છે. બોડેલી પોલીસ ઘટના સ્થળે આવી વધુ તપાસ ચલાવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!