google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeCrimeકોલેજમાં ભણતા યુવકે કોલેજની યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચે વારંવાર દુષ્કર્મ આચરતા...

કોલેજમાં ભણતા યુવકે કોલેજની યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચે વારંવાર દુષ્કર્મ આચરતા ફરિયાદ

- દહેજની કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને બી.એસ.સીમાં અભ્યાસ કરતાં યુવકે અલગ અલગ સ્થળો દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ

ભરૂચ,
ભરૂચમાં દહેજની એક કોલેજમાં અભ્યાસ કરતાં યુવક યુવતી પ્રેમ સંબંધ માં આવતા યુવકે યુવતીને લગ્નની લાલચે યુવકે ભોગ બનનાર ના ઘરે તેમજ પોતાના ઘરે લઈ જઈ વારંવાર દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાતા પોલીસે કાર્યવાહી શરુ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરના એક વિસ્તારમાં રહેતી ૨૨ વર્ષીય ભોગ બનનાર યુવતીએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.જેમાં તેને આક્ષેપ કર્યો છે કે ફરિયાદી બે વર્ષ પહેલા દહેજની એક કોલેજ ખાતે પ્રથમ વર્ષમાં બી.કોમ નો અભ્યાસ કરતી હતી તે વખતે કોલેજમાં જ બી.એસ.સીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા દીપ જયેશ સોની રહે.સામલોદ ગામ ભરૂચનાઓ સાથે મિત્રતા થઈ હતી અને બંને વચ્ચે ફોન ઉપર વાતચીત દરમ્યાન યુવક દીપ સોનીએ ફરિયાદીનો વિશ્વાસ જીતી પ્રપોઝ કરતા ફરિયાદીએ તેને હા પાડેલી અને ત્યાર બાદ એકબીજા સાથે ચોરી છુપી દહેજ અને ભરૂચ ખાતે મરતા હતા.દરમ્યાન દોઢ એક વર્ષ પહેલા ફરિયાદીના ઘરે કોઈ હાજર ન હોય તે વખતે ફરિયાદી એખલી હોય અને મંદિરે દર્શન કરવાના બહાને આવી ફરિયાદીના ઘરમાં પહોંચી ફરિયાદી સાથે વાતચીત કરી હવે તો આપણે લગ્ન કરવાના છે.મને શરીર સંબંધ બાંધવા દે ફરિયાદીએ ના કહેવા છતાં દીપ સોનીએ બળજબરી પૂર્વક શરીર સંબંધ બાંધ્યા હતા.ત્યાર બાદ ભરૂચ – વડોદરા હાઈવે ઉપર આવેલી હોટલ માં પણ લઈ જઈ રૂમ રાખી બળજબરી પૂર્વક શરીર સંબંધ બાંધ્યા હતા અને દીપ સોનીનું બી.એસ.સી પૂર્ણ થતા તેને નર્મદા કોલેજ ભરૂચ ખાતે એમ.બી.એ માં એડમિશન લીધું હતું અને તવરાથી દહેજ સુધીનું અપડાઉન લાબું પડતું હોય જેથી ફરીયાદીએ પણ દહેજ કોલેજથી ભરૂચની કોલેજમાં એડમિશન લીધું હતું.
આરોપી દીપ જયેશ સોનીની મમ્મીનો જન્મ ૨૮-૦૫-૨૦૨૪ ના રોજ હોય જેથી દીપ સાથે ફરિયાદી સામલોદ તેના ઘરે ગઈ હતી અને બપોરના સમયે તેના ઘરના કોઈ સભ્યને ખબર ન પડે તે રીતે બીજા રૂમમાં દીપ સોની ફરિયાદીને લઈ ગયેલ અને શારીરિક અડપલાં કરી શરીર સંબંધ બાંધેલ અને ફરિયાદીનો મોબાઈલ તેની ફોઈ ના હાથમાં આવી જતા યુવક સાથેના ચેટિંગ અને સેટિંગ વાત ઘરમાં કરી હતી જેથી ફરિયાદીની ફોઈ અને તેના પિતા સામલોદ ગામે યુવકના લગ્નનનો પ્રસ્તાવ લઈને પહોંચ્યા હતા અને દીપ સોની એ પ્રેમિકાના પિતા અને ફોઈને પ્રેમિકા સાથે લગ્ન કરવાની સ્પષ્ટના પાડી દીધી હતી.
લગ્નની લાલચે દીપ જયેશ સોનીએ ફરિયાદી સાથે વારંવાર શરીર સંબંધ બાંધ્યા હોવાના આક્ષેપ સાથે લગ્ન કરવા ઈન્કાર કરનાર યુવક સામે આખરે પ્રેમિકાએ બળાત્કારની ફરિયાદ નોંધાવતા પોલીસે ૩૭૬ તથા ૩૭૬ (૨)(એન) મુજબ ગુનો દાખલ કરી આરોપીની ઘરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

  • માં વિનાની દીકરીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરનાર સામે ફિટકાર
    કોલેજમાં અભ્યાસ કરતા યુવક અને યુવતીઓને પ્રેમાલાપ થતો હોય છે અને આવો જ એક કિસ્સો માં વગરની દીકરી સાથે બન્યો છે.જેમાં કોલેજમાં અભ્યાસ કરતી વેળા કોલેજના યુવક સાથે પ્રેમાલાપમાં પડતા યુવકે લગ્નની લાલચમાં માં વિનાની યુવતીનું વારંવાર શારીરિક શોષણ કરી લગ્નનો ઈન્કાર કરતા કોલેજમાં પ્રેમાલાપમાં આંધરા થતા યુવક અને યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો માનવામાં આવી રહ્યો છે.
  • પિતા સિક્યુરિટીમાં નોકરી કરી દીકરીને ઉચ્ચ અભ્યાસ કરાવ્યો અને દીકરીએ પિતાનું નામ બગાડયું
    કહેવાય છે ને દીકરી સૌથી વધારે પિતાને પ્યારી હોય છે અને દીકરીનું એક પગલું પિતાની તમામ ઉમ્મીદ ઉપર પાણી ફેરવી દેતું હોય છે અને પિતાનું નામ બગડી જાય છે.આવો જ એક કિસ્સો ભરૂચ માંથી સામે આવ્યો છે.જેમાં પિતાએ પત્નીને ગુમાવ્યા બાદ પણ પોતાની દીકરીને સારું શિક્ષણ મળે તે માટે સિક્યુરિટીની નોકરી કરી દીકરીને કોલેજ સુધીનો ઉચ્ચ અભ્યાસ કરાવ્યો અને દીકરીએ કોલેજના જ યુવક સાથે પ્રેમાલાપમાં આંધરી થતા પિતાનો વિશ્વાસ તો તોડયો હતો પરંતુ પ્રેમીએ પણ તેને દગો કરતા આખરે દીકરીએ પ્રેમી સામે ફરિયાદ નોંધાવતા ભોગ બનનાર દીકરીની પડખે પિતા જ આજે અડીખમ ઉભા રહ્યા છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!