ભરૂચ,
ભરૂચના જે.બી મોદી પાર્ક પાસે કચરો નાંખવા આવેલા યુવકની ઈલેક્ટ્રિક મોપેડમાં આચનક આગ લાગતા તેણે મોપેડ રોડની બાજુમાં મૂકી સફળતા પૂર્વક રોડની બાજુએ જતો રહ્યો હતો.આ અંગેની જાણ ભરૂચ પાલિકાના ફાયર બ્રિગેડના લાશ્કરોને કરતાં તેઓએ પણ દોડી આવી અગ પર કાબુ મેળવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ નારાયણ નગર સોસાયટીમાં રહેતા ૧૫ વર્ષીય ધ્રુમિલ સિંધા પોતાની ઈલેક્ટ્રિક મોપેડ લઈને જે.બી.મોદી પાર્ક નજીક આવેલ પાંજરાપોળની બાજુમાં કચરો નાંખવા આવ્યો હતો.જે કચરો નાંખીને પરત ઘરે ફરી રહ્યો હતો ત્યારે તેની મોપેડમાં અચાનક આગ તે ગભરાઈ જવા સાથે ચિંતામાં મુકાયો હતો અને પોતાનો જીવ બચાવવા સુરક્ષિત રોડની સાઈડ ઉપર ખસી ગયો હતો.આગ લાગી હોવાની જાણ આસપાસ ની સોસાયટીના રહીશો ને થતા તાત્કાલિક ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડ ને જાણ કરવામાં આવતા તાત્કાલિક લશ્કરો ફાયર ટેન્ડર લઈને ધટના સ્થળે પહોંચ્યા હતા અને પાણી નો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.
એકા એક આગના પગલે ઈલેક્ટ્રીક મોપેડ બળીને ખાખ થઈ જતા નુકશાન થવા પામ્યું હતું.જોકે ચાલકે સમય સૂચકતા વાપરી મોપેડ ને છોડી સુરક્ષિત સ્થળે ખસી જતાં સદ્દનસીબે જાનહાનિ થવા પામી ન હતી.