google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, December 8, 2024
HomeGujaratવોરાસમની ગામમાં હોળી પ્રગટાવવાના સમયે એક યુવક દાઝતા સારવાર હેઠળ

વોરાસમની ગામમાં હોળી પ્રગટાવવાના સમયે એક યુવક દાઝતા સારવાર હેઠળ

ભરૂચ,

ભરૂચ શહેર અને જીલ્લામાં રવિવારના રોજ હોળીના તહેવાર નિમિત્તે ઠેર ઠેર આયોજન કરવામાં આવ્યું હતું.ત્યારે વોરાસમની ગામમાં પણ આયોજનકરવામાં આવતા હોળી પ્રગટાવવાના સમયે એક યુવક દાઝી જતાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર રવિવારના રોજ હોળીનો તહેવાર હોય જેના પગલે ભરૂચ જીલ્લાના અનેક ગામો અને શહેરોમા હોળી પ્રગટાવવા આવી હતી.જેની લોકોએ પૂજા અર્ચના કરી હતી.ત્યારે ભરૂચ જીલ્લાના વોરાસમની ગામમાં પણ ગ્રામજનો દ્વારા હોળીનું આયોજન કર્યું હતું.ગામમાં હોળી પ્રગટાવવાના સમયે ગામનો એક ૨૩ વર્ષીય કરણ વસાવા નામનો યુવક દાઝી જતાં ગ્રામજનોએ તેને બચાવી તાત્કાલિક સારવાર 108 એમ્બ્યુલન્સ મારફતે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.કરણ વસાવાને હાથે,પગ,ઘૂંટણ,પેટ અને ગળાના ભાગે દાઝી જતાં ફરજ પરના તબીબ દ્વારા સારવાર કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!