ભરૂચ,
અંકલેશ્વરમાં યુથ કોંગ્રેસ દ્વારા આપના નેતા સંદીપ પાઠકના પૂતળા દહનનો કાર્યક્રમ રખાયો હતો.જોકે તે પહેલા અંકલેશ્વરમાં યુથ કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી લેવામાં આવી હતી.
ગત તા.૧૪મી ફેબ્રુઆરીના રોજ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી સંદીપ પાઠકે જિલ્લાની મુલાકાત લીધી હતી તે દરમ્યાન તેઓએ મર્હુમ અહેમદ પટેલ અંગે ટિપ્પણી કરવા વિવાદ સર્જાયો હતો.જે ટિપ્પણીને લઈ કોંગ્રેસ દ્વારા ભરૂચ-અંકલેશ્વર ખાતે આપ નેતાના પૂતળા દહનનો કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી.જે પૂતળા દહનનો કાર્યક્રમ યોજાય તે પહેલા જ પોલીસ વિભાગ દ્વારા કોંગ્રેસના કાર્યકરોની તેઓના ઘરેથી અટકાયત કરવામાં આવી હતી અને તેઓને નજર કેદ કરવામાં આવતા રોષ જોવા મળ્યો હતો.