google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratર‍ાજપારડીથી ભાલોદ ઘરે પાછા જતા યુવકને વણાકપોર નજીક એક ઈસમે માર માર્યો

ર‍ાજપારડીથી ભાલોદ ઘરે પાછા જતા યુવકને વણાકપોર નજીક એક ઈસમે માર માર્યો

- મારા ફુવાને ગીરવે આપેલ તારૂ ખેતર રુપિયા આપીને કેમ છોડાવતો નથી એક કહીને રુંઢના ઈસમે ઝઘડો કર્યો હતો

(જયશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વણાકપોર નજીક મોટર સાયકલ પર રાજપારડીથી ભાલોદ ઘરે પરત જતા એક યુવકને અન્ય એક ઈસમે માર માર્યો હોવા બાબતે રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવા પામી હતી.
આ અંગે મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામનો અક્ષયકુમાર મનહરભાઈ પઢિયાર નામનો યુવક ગતરોજ તા.૧૫ મીના રોજ બપોરના પોણા ચાર વાગ્યાના અરસામાં રાજપારડી ખાતેથી પોતાનું કામ પતાવીને તેના મિત્ર કૃપાલસિંહ અટોદરિયા સાથે મોટર સાયકલ પર ઘરે પરત જતો હતો.ત્યારે વણાકપોર ગામથી આગળ જતા રોડ પર સુમેશભાઇ ઉર્ફે સચીનભાઈ મકવાણા રહે.ગામ રુંઢના ઉભા હતા. સુમેશભાઈની મોટર સાયકલ બગડી હશે એમ માનીને આ લોકોએ તેમની મોટર સાયકલ ઉભી રાખી હતી.ત્યાર બાદ સુમેશભાઈએ અક્ષયકુમારને કહ્યું હતું કે તારુ ખેતર મારા ફુવા ગણપતભાઈ મકવાણા રહે.ગામ લખીગામ તા.વાગરાનાને ગીરવે આપેલ છે તે રૂપિયા આપી કેમ છોડાવતો નથી? એમ કહી બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો.ત્યારે અક્ષયે કહ્યું હતું કે હાલમાં મારી પાસે ખેતર છોડાવવા જેટલા રૂપિયા નથી,મારી પાસે પૈસાની સગવડ થશે એટલે ખેતર છોડાવી લઈશ.આ સાંભળીને સુમેશભાઇ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો બોલવા લાગ્યા હતા.આ ઝપાઝપી દરમિયાન અક્ષયકુમારને માથામાં કાનની પાછળ બેટ મારી દેતા તે ઈજાગ્રસ્ત થયો હતો.ઈજાગ્રસ્ત અક્ષયકુમારને સારવાર માટે અવિધા સરકારી દવાખાને લઇ જવાયો હતો.આ સંદર્ભે અક્ષયકુમાર પઢિયારે સુમેશભાઈ ઉર્ફે સચીનભાઈ ભીખુભાઈ મકવાણા રહે.ગામ રુંઢ તા.ઝઘડિયાના વિરૂધ્ધ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!