google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratજંબુસરના કારેલી ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં સિંહની ગર્જના સાથે યુવરાજસિંહે સભા સંબોધી

જંબુસરના કારેલી ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં સિંહની ગર્જના સાથે યુવરાજસિંહે સભા સંબોધી

(સંજય પટેલ,જંબુસર)

જંબુસર તાલુકાના કારેલી ગામે ક્ષત્રિય અસ્મિતા સંમેલન ક્ષત્રિય આગેવાન યુવરાજસિંહ જાડેજા ની ઉપસ્થિતિમાં યોજાયું હતું.જેમાં જિલ્લા ક્ષત્રિય આગેવાનો દિલીપસિંહ અટોદરિયા, સંદીપ માગરોલા સહિત જંબુસર તાલુકા ક્ષત્રિય સમાજ અગ્રણીઓ કમલસિંહ રાજ, રણજીતસિંહ રાજ, શરદ સિંહ રણા, સહિત ઉપસ્થિત રહ્યા હતા.

પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ વિશે કરાયેલ વાહિયાત ટિપ્પણીને લઈ ઠેર ઠેર ક્ષત્રિય સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.જેના ભાગરૂપે ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા કારેલી ગામે યુવરાજસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાય હતું. જેમાં સંદીપ માંગરોલા દ્વારા જણાવ્યું હતું કે રજવાડા માત્ર ક્ષત્રિય સમાજના નહોતા ઘણા સમાજના લોકો રજવાડા કરતા હતા.ભાજપ જો શાસનમાં હોય તો ક્ષત્રિય સમાજે નેતૃત્વ લીધું છે.આ સમાજ જે કહે છે તે કરીને બતાવે છે.ક્ષત્રિય સમાજે હુંકાર કરેલો છે, તો લોકસભાની ચૂંટણીમાં સાતમી તારીખે સમાજની એકતા બતાવવાની તેમ કહી સ્વ માધવસિંહ સોલંકી, મગનભાઈ સોલંકી,હરીસિંહ મહીડાએ સમગ્ર ગુજરાતમાં એકતા જાળવી રાખવાનું કામ કર્યું હતું.તેમ કહી યાદ કર્યા હતા.રાજાશાહીમાં હથિયારોથી લડતા હતા અને હવે લોકશાહીમાં મતદાનથી લડવાનું છે.આ આંદોલન રાજકીય રીતે ઊભું થયું નથી સ્વયંભૂ છે. આ શાસન દરેક રીતે નિષ્ફળ નીવડ્યું છે.તમામ સમાજ ત્રસ્ત છે.ઠાલા વચનો આપનારને ઓળખવાની જરૂર છે. તેમ કહી ભરૂચ લોકસભામાં સક્ષમ ઉમેદવાર ચૈતર વસાવાને ગણાવી તેમને મત આપવા જણાવી જન મેદનીને સંકલ્પ લેવડાવ્યા હતા.

યુવરાજસિંહએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજ જ્યારે એક થયા છે.હવે સમય બહુ ખરાબ આવવાનો છે.ક્ષત્રિય સમાજ જે આંદોલન લઈ નીકળ્યો છે,અસ્મિતાની વાત કરી રહ્યા છે.તે ચૂકીના જવાય નહીં તો કોઈ સામાજિક,રાજકીય નોંધ નહીં લે આપણે શૂન્યાવકાશ થઈ જઈશું અમે તમને જગાડવા આવ્યા છે.અંગ્રેજોએ ઈસ્ટ ઈન્ડિયા કંપની સ્થાપી હતી. પછી ભારત પર રાજ કરવા માટે ભાગલા પાડો ની નીતિ લાવ્યા.અત્યારના શાસન કરતા કાળા અંગ્રેજો છે. આ લેટેસ્ટ વર્ઝન છે.આ લોકો વાતો કરે છે મહિલા સશક્તિકરણની,નારી વંદનાની,બેટી બચાવો બેટી પઢાવો,શક્તિ સ્વરૂપાની આ તેમના હાથીના દાંત જેવી વાત છે ચાવવાના અલગ અને બતાવવાના અલગ છે તેમ કહી ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં ભોલા ભાઈ કારેલી,રૂપસિંહ રાજ, કહાનવા માજી સરપંચ સુરેશભાઈ, કારેલી ડેપ્યુટી સરપંચ સહિત અગ્રણીઓ, જનમેદની મોટી સંખ્યામાં જોડાયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!