(સંજય પટેલ,જંબુસર)
સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તથા પ્રોજેક્ટ કો ઓર્ડીનેટરની કચેરી ભરૂચ દ્વારા એલિમ્કોના સહયોગથી દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ બી.આર.સી ભવન જંબુસર ખાતે જિલ્લા આઈ ઈ ડી કોઓર્ડીનેટર ચૈતાલી પટેલની અધ્યક્ષતામાં યોજાયો જેમાં આશરે ૨૫૦ બાળકોએ ભાગ લીધો હતો.
સમગ્ર શિક્ષા અંતર્ગત વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકોનું સમાવેશી શિક્ષણ આઈ ઈ ડી ઘટકનું રાજ્યભરમાં અમલીકરણ થઈ રહ્યું છે.વર્ષ 2025 – 26 ના બાલવાટિકાથી ધોરણ 12 માં અભ્યાસ કરતા વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને એડીપ્સ યોજના હેઠળ સાધન સહાયનો લાભ મળે તે માટે દ્વારા જિલ્લા વાર,બ્લોક કક્ષાએ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જે અંતર્ગત જંબુસર બીઆરસી ભવન ખાતે આઈ ઈ ડી કોઓર્ડીનેટર ચૈતાલી પટેલની અધ્યક્ષતામાં એસએસમેન્ટ કેમ્પ યોજાય હતો.જેમાં એલિમ્કોના તજજ્ઞ ડોક્ટરો દ્વારા દિવ્યાંગ બાળકોની અસ્થિ વિષયક, કાનની અને આંખની ક્ષતિ,બૌદ્ધિક ક્ષમતા, ઓરીઝમ,બેથી વધુ દિવ્યાંગતા, મસ્ક્યુલર ડિસ્ટ્રોરી સહિતની તપાસ કરવામાં આવી હતી.જેમાં 250 જેટલા આમોદ,જંબુસરના દિવ્યાંગ બાળકો અને વાલીઓએ ભાગ લીધો હતો અને આગામી સમયમાં વ્હીલ ચેર,સીપી ચેર, ટ્રાઈસિકલ, કેલીપર્સ, બ્રેઈન કીટ, ટી એલ એમ કીટ, આપવામાં આવશે.જેથી કરી દિવ્યાંગ બાળકો શાળા શિક્ષણ પૂરું કરી શકે સદર યોજાયેલ કેમ્પમાં બીઆરસી કો-ઓર્ડીનેટર અશ્વિન પઢીયાર, આઈડી સ્ટાફ,સ્પેશિયલ એજ્યુકેટર, હાજર રહી કેમ્પને સફળ બનાવ્યો હતો.




