પીએમશ્રી શ્રી કૃષ્ણ આશ્રમ શાળા થવાએ અખિલ ભારતીય શાળાકીય રમતોમાં ૩૨ મેડલ જીતી તાલુકાકક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું

SHARE:

ભરૂચ,

પીએમ શ્રી કૃષ્ણ આશ્રમ શાળા, થવા ખાતે રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત,જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, ભરૂચ દ્વારા આયોજિત ૬૯ મી અખિલ ભારતીય શાળાકીય રમતોની તાલુકાકક્ષાની સ્પર્ધા નેત્રંગ તાલુકાના થવા ખાતે યોજાઈ હતી.

આ સ્પર્ધામાં નેત્રંગ તાલુકાની વિવિધ શાળાઓએ ભાગ લીધો હતો.આ અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધામાં અંડર- ૧૪, અંડર -૧૭, અંડર-૧૯ ભાઈઓ અને બહેનો શાળાકીય રમતોમાં ભાગ લે છે.

તાલુકાકક્ષાએ યોજાયેલ અખિલ ભારતીય શાળાકીય રમતોમાં પીએમશ્રી શ્રી કૃષ્ણ આશ્રમ શાળા થવાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા કુલ ૩૨ મેડલ જીતીને તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું.જેમાં ૧૬ ગોલ્ડ, ૧૦ સિલ્વર અને ૬ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આ અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધામાં અંડર- ૧૪, અંડર -૧૭ અંડર-૧૯ ભાઈઓ અને બહેનો શાળાકીય રમતોમાં ભાગ લે છે.

આ સિદ્ધિ બદલ કોચ ભાવિનભાઈ અને તમામ વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય રંજનબેન વસાવા, ગ્રામ નિર્માણ કેળવણી મંડળના પ્રમુખ યોગેશભાઈ જોશી અને મંત્રી રાજેન્દ્રસિંહજી માંગરોલાએ અભિનંદન પાઠવ્યા હતા.તેઓએ આશા વ્યક્ત કરી છે કે વિદ્યાર્થીઓ ભવિષ્યમાં પણ આવી જ પ્રગતિ કરીને આશ્રમ શાળા,સમાજ અને રાષ્ટ્રનું નામ રોશન કરી ભવિષ્યમાં પણ ઉત્તરોઉત્તર સફળતા મેળવતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!