(વિજય વસાવા,નેત્રંગ)
નેત્રંગ તાલુકાના ઝરણાવાડી ગામની સીમમાં દતુભાઈ ગોવિંદભાઈ પટેલના સર્વે નંબર ૧૫૬ અને સવઁ નંબર ૧૫૭ વાળી ખેતીની જમીનમાં સિદ્ધ વિનાયક કનોટ્સ એન્ડ પ્રિન્ટસ પ્રા.લી આ પ્લાન્ટની દેખરેખ કાસા આર્ક એલ.એલ.પી કંપનીને સોંપેલ છે.સદર સોલાર પ્લાન્ટ માંથી તા.૧૨ એપ્રિલ ૨૦૨૫,તા.૨૩ એપ્રિલ ૨૦૨૫ અને તા.૨૪ જુલાઈ ૨૦૨૫ ના રોજ કોઈપણ સમયે સોલાર પ્લાન્ટમાં ફિટ કરવામાં આવેલ એસ અને ડી સી કેબલ ૨૩૮૦૦ મીટર જેની કિંમત રૂ.૯,૨૮,૨૦૦,જંકશન બોકક્ષ નંગ ૮ જેની કિંમત રૂ.૧૬,૦૦૦ મળીને કુલ રૂ.૯,૪૪,૨૦૦ ની તસ્કરો ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.જ્યારે કનેકટર નંગ ૩૯૦ કિંમત રૂ.૪૨,૫૧૦,ફયુલ નંગ ૩૯૦ કિંમત ૧૧૭૦, પાઈપ નંગ ૫૦૬ કિંમત રૂ ૨૨,૭૭૦ મળી કુલ રૂ.૬૬,૪૫૦ નું નુકસાન કરેલ હતું.જે બાબતની ફરિયાદ તા.૧૧ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ કાસા આર્ક એલ.એલ.પી પ્રા.લીના વિનીતકુમાર રાજુ સિંધે અને સિદ્ધ વિનાયક કોનટ્સ એન્ડ પ્રિન્ટસ પ્રા.લી ના એકાઉન્ટ તેમજ ઈન્સ્યોરન્સ વિભાગમાં ફરજ બજાવતા બબલુ મહેન્દ્ર ઝા નાઓએ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથધરી હતી.




