આમોદ પાલિકામા સફાઈ કામદારોનુ શોષણ થતું હોવાથી સમસ્ત વાલ્મિકી સમાજ ગુજરાતની અધિકાર યાત્રા યોજાઈ

SHARE:

– સફાઈ કામદારોએ આમોદ પાલિકા પ્રમુખના મરસિયા ગાઈ છાઝિયા લીધા

આમોદ,

ગુજરાત સરકાર દ્વારા સફાઈ કામદારોને અન્યાય થતો હોય તેમના હક અધિકારોથી વંચિત રાખવામાં આવતા હોય સમસ્ત વાલ્મિકી સમાજ ગુજરાત દ્વારા આમોદમાં બહુચરાજી મંદિરથી નગરપાલિકા કચેરી સુધી અધિકાર યાત્રા યોજવામા આવી હતી.

સમસ્ત વાલ્મિકી સમાજ ગુજરાતની અધિકાર યાત્રા આમોદ નગરપાલિકા કચેરી  ખાતે આવી પહોંચતા સફાઈ કામદાર ભાઈઓ બહેનોએ નગરપાલિકા પ્રમુખ જલ્પા પટેલના  મરસિયા ગાઈ છાઝિયા લીધા હતા અને પાલિકા પ્રમુખ હાય હાય, ભાજપ હાય હાય, ગુજરાત સરકાર હાય હાય,ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી નહીં ચલેગી, કોન્ટ્રાક્ટ  પ્રથા દૂર કરો દૂર કરો,જય ભીમ,’જબ તક સૂરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા’ જેવા અનેક સૂત્રોચાર સાથે આમોદ નગરપાલિકાને ગજવી મુકી હતી.ત્યાર બાદ આમોદ પાલિકા સભાખંડમાં મુખ્ય અધિકારી પંકજ નાયક અને અને પાલિકા પ્રમુખ જલ્પા પટેલ સાથે વાલ્મિકી સમાજ સાથે શોષણ અને અન્યાયને લગતા પ્રશ્નો બાબતે  ચર્ચા કરવામાં આવી હતી.જેમાં કેટલાક પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્ય અધિકારી અને પ્રમુખે મૌખિક બાહેંધરી આપી હતી.                                                                   નગરપાલિકા સભાખંડમાં સમસ્ત  વાલ્મિકી સમાજના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ બારૈયા, ગુજરાત પ્રદેશ પ્રવક્તા મનહરભાઈ રાઠોડ,કારોબારી ચેરમેન હરીશભાઈ મહિડા,મધ્ય ગુજરાતના મહામંત્રી ગોપાલભાઈ સોલંકી સહિત આમોદ નગરના વાલ્મિકી સમાજના આગેવાનો અને સફાઈ કામદારો ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!