કોટીયામુહ ગામે દુકાનમાં તેમજ વાડામાં ખાડો ખોદી સંતાડેલ ર૬,૬૧૦ નો દારૂ પોલીસે ઝડપી લીધો

SHARE:

– બુટલેગર રાબેતા મુજબ ફરાર : ગણેશઉત્સવને લઈને નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુટલેગરો બેફામ

(વિજય વસાવા,નેત્રંગ)

નેત્રંગ પોલીસ સ્ટેશનના પીઆઈ આર સી વસાવા નાઓએ સ્ટાફ પોલીસ કર્મચારીઓ ગણેશ ઉત્સવને લઈને પોલીસ સ્ટેશન વિસ્તારમાં  જુગાર/પ્રોહીબિશન અંગેની ગેરકાયદેસર ચાલતી પ્રવુતિ અટકાવવા તેમજ કાયદેસરની કાર્યવાહી કરવા કરેલ સુચન અનુસંધાને પોલીસ સ્ટાફના કમૅચારીઓ પ્રોફોબિશન/જુગાર અંગેની વોચ તપાસમાં અશનાવી બીટ વિસ્તારમાં ખાનગી વાહન મારફત નિકળેલ તે સમયે બાતમીદારથી બાતમી મળેલ કે કોટયામુહ ગામે નિશાળ ફળીયામાં રહેતો રણજીત લકકડીયા વસાવાનાઓ પોતાના ઘરની બાજુમાં આવેલ દુકાનમાં ઈંગ્લીશ દારૂનનું છુટક વેચાણ કરી રહ્યો છે.જે બાતમી હકીકત આધારે રેડ કરાતા દુકાનમાં માલસામાનની આડમાં તેમજ વાડામાં ખાડો ખોદી સંતાડેલ ઈંગ્લીશ દારૂની નાની મોટી બોટલ તેમજ બિયર ટીન મળી કુલ્લે બોટલ નંગ ૧૧૧ કિંમત રૂ.૨૬,૬૧૦.નો મુદામાલ જપ્ત કરી રણજીત લકકડીયા વસાવાને વોન્ટેડ જાહેર કરી તેની સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ નેત્રંગ પોલીસમાં ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!