ઉપરવાસમાં ભારે વરસાદ થતા કરજણ ડેમના પુન: ૩ ગેટ માંથી ૮૫૪૮ ક્યુસેક પાણી છોડતા કરજણ નદી બે કાંઠે

SHARE:

– કરજણ ડેમ ૭૩.૦૭ ટકા ભરાઈ જતા ડેમને વોર્નિંગ સ્ટેજ પર મુકવામાં આવ્યો : કાંઠા વિસ્તારના ૬ ગામોને એલર્ટ કરાયા

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

નર્મદા જિલ્લામાં બે ડેમ આવેલા છે એક ગુજરાતની જીવાદોરી નર્મદા સરદાર સરોવર ડેમ અને બીજો ભરૂચ નર્મદાના ખેડૂતોની જીવાદોરી કરજણ ડેમ.

આ કરજણ ડેમનાના ઉપરવાસમાં  ભારે વરસાદ પડતા કરજણ ડેમના ૩ દરવાજા ખોલવાની ફરજ પડી છે.

કરજણ ડેમની જળસપાટી ૧૦૯.૦૨ મીટર પર  પહોંચી છે.જ્યારે ડેમનું રૂલ લેવલ ૧૧૦.૩૧ મીટર જાળવવા ડેમની સુરક્ષાને ધ્યાનમાં રાખી કરજણ ડેમના ૩ ગેટ ખોલી ૮૫૪૬ ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડવાની ફરજ પડી છે.હાલ કરજણ જળાશય માં ૩૬૨.૭૮ MCM (મિલિયન ઘન મીટર ) લાઈવ જથ્થો સંગ્રહિત છે.ગ્રોસ સ્ટોરેજ ૩૯૩.૬૭ મિલિયન ઘન મીટર છે.હાલ કરજણ ડેમ ૭૩.૦૭ ટકા જેટલો ભરાઈ ગયો છે.તેથી ડેમને વોર્નિંગ સ્ટેજ પર મુકવામાં આવ્યો છે.ઉપરવાસ માંથી ૮૫૩૬ ક્યુસેક પાણી સતત ચાલુ છે. આમ.જેમ જેમ પાણીની આવક થશે અને ગેટ વધારે કરી પાણી છોડવામાં આવશે.હાલ કરજણ ડેમના ૨,૫,અને ૭ નંબર ૬૦ મીટર પહોળા કુલ ૩ ગેટ ખોલવામાં આવ્યા છે.જેને કારણે કરજણ નદી બે કાંઠે વહી રહી છે કરજણ નદીમાં પાણીની આવક ચાલુ હોઈ કાંઠા વિસ્તારના ૬ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!