કેરળની 10 નર્સોની કુવૈતની બેન્ક સાથે 10.33 કરોડની છેતરપિંડી

SHARE:

કોચી : કેરળના કોચીમાં ૧૩ નર્સની સામે બેન્ક સાથે છેતરપિંડીનો કેસ નોંધાયો છે. આ કેસ કુવૈતની અલ અહલી બેન્ક પાસેથી રૂપિયા લઈને પરત ન કરવાનો છે. આ પહેલા ગલ્ફ બેન્કે કેરળ પોલીસનો સંપર્ક કર્યો હતો, જેના પછી ડિસેમ્બર ૨૦૨૪માં ૧૦ કેસ નોંધાવ્યા હતા.

અલ અહલી બેન્કેના એસોસિયેટ થોમસ જે મુજબ કુલ ૧૩ નર્સે કુલ ૧૦.૩૩ કરોડ રૂપિયાની લોન ચૂકવી નથી.

તેમણે કુવૈતના આરોગ્ય મંત્રાલયમાં કામ કરવા દરમિયાન ૨૦૧૯થી ૨૦૨૧ વચ્ચે લોન લીધી હતી અને તેને ચૂકવી ન હતી.

કેરળના પોલીસ વડાએ અલ અહલી બેન્કની ફરિયાદ પછી તાજેતરમાં જ કોટ્ટાયમ અને અર્નાકુલમ જિલ્લામાં કેસ નોંધ્યો હતો. કોટ્ટાયમમાં આઠ અને અર્નાકુલમમાં પાંચ કેસ નોંધવામાં આવ્યા છે.

થોમસે જણાવ્યું હતું કે દરેક નર્સના માથે ૬૧ લાખ રૂપિયાથી લઈને ૯૧ લાખ રુપિયાની લોન છે. આ નર્સ હવે યુરોપમાં કામ કરી રહી છે.

હાલમાં તે ધરખમ પગાર મેળવી રહી છે. આમ છતાં પણ તેમણે લોન ચૂકવી નથી. હાલમાં આ નર્સમાંથી એકપણ કેરળમાં નથી. થોમસે આગળ જણાવ્યું હતું કે ગલ્ફ બેન્કના મામલાની જેમ અલ અહલી બેન્કની સાથે છેતરપિંડી કરનારાઓ સામે લૂકઆઉટ નોટિસ જારી કરવામાં આવશે. આ નર્સ કેરળ પરત આવશે ત્યારે તેની ધરપકડ કરવામાં આવશે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!