(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ ઝઘડીયા ખાતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની આંતર કોલેજ ગરબા હરીફાઈનું આયોજન કરવામાં આવેલ હતું.આ હરીફાઈમાં યુનિવર્સિટીની વિવિધ કોલેજોએ ભાગ લીધો હતો.જેમાં રાજપીપલાની મહારાજા રાજેન્દ્રસિંહજી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજે પ્રાચીન સંસ્કૃતિ પ્રમાણે પ્રાચીન ગરબાની રજુઆત કરી જેમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યું છે.વિદ્યાર્થીનીઓને ગરબાની તૈયારી કોલેજના પ્રાધ્યાપિકા પ્રો.પુષ્પાબેન શાહુ,વસાવા મનીષાબેન, પંચાલ દિવ્યાબેન અને ગાવિત અનિતાબેને કરાવી હતી કોલેજની આ સિધ્ધિ બદલ કોલેજના પ્રાચાર્ય ડો.શૈલેન્દ્રસિંહ માંગરોલાએ પ્રાધ્યાપિકા બેહનો અને વિદ્યાર્થીનીઓને બિરદાવ્યા હતા.આ ગરબા હરીફાઈ માં તબલા અને હાર્મોનિયમ જેવા વાંજીત્રો પણ કોલેજના જ વિદ્યાર્થી વસાવા ધ્રુવ અને વસાવા પ્રતીક દ્વારા વગાડવામાં આવ્યા હતા.વિજેતા બેહનોને ઝધડીયા કોલેજના પ્રાચાર્ય દ્વારા પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું હતુ.




