આમોદની આંગણવાડી કાર્યકરોએ સીમ કાર્ડ જમા કરાવી ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કર્યો

SHARE:

– ૧૦ મી નવેમ્બરે અમદાવાદ ખાતે આક્રોશ રેલી યોજાશે

આમોદ,

આમોદ તાલુકાની ૯૫ આંગણવાડી બહેનોએ આજરોજ સાંજના સમયે સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીને ફાલ્ગુનીબેન ધોણીયાને સરકારે આપેલા સીમ કાર્ડ પરત કરી ઓનલાઈન કામગીરી કરવાનો બહિષ્કાર કરી માત્ર ઓફલાઈન કામગીરી કરવાની બાહેંધરી આપી હતી.તેમજ આંગણવાડી કાર્યકરોએ અલગ – અલગ કામગીરી કરવાની થતી હોય સરકાર પાસે નવો મોબાઈલ આપે તેવી માંગણી કરી હતી.તેમજ આંગણવાડી કાર્યકરોએ જણાવ્યું હતું કે ૧૦ મી નવેમ્બરે અમદાવાદ ખાતે આક્રોશ રેલી યોજી સરકાર સામે પડતર માંગણીઓ અંગે પણ ઉગ્ર રજૂઆત કરવામાં આવશે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!