(સંજય પટેલ,જંબુસર)
જંબુસર સરદાર નગરમાં રહેતા કમલેશ શરદરાઉ શેલકે અને અમિત કુમાર રાજેન્દ્રસિંહ ચૌહાણ સાવરે સાત વાગ્યાની આજુબાજુ રોજગારી અર્થે જઈ રહ્યા હતા.ત્યારે જંબુસર આમોદ હાઈવે ગાર્ડન હોટલ અને રિલાયન્સ પેટ્રોલ પંપની વચ્ચે મેટલ ભરેલ હાઈવા ટ્રક રોડ પર ઉભી હતી.ત્યારે બાઈક ચાલકો ધડાકા ભેર હાઈવામાં ભટકાયા હતા.
બંન્ને ટ્રક સાથે ભટકાતા ગંભીર ઈજાઓ થવા પામી છે,તાત્કાલિક ઘટના સ્થળે 108 એમ્બયુલેન્સ રાહદારીઓએ બોલાવી ઈજાગ્રસ્તોને જંબુસર સબડિસ્ટિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના ડોકટરે ગંભીર ઈજાઓની પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે રીફર આવ્યા હતા.
જીવન મરણ વચ્ચે જોલા ખાતા બાઈક ચાલકને થયેલ અકસ્માતમાં હાઈવા ટ્રક ચલાકની ગંભીર બેદરકારી સામે આવી છે.અકસ્માત સમયે વાહન ચાલકો પાસેથી મળતી માહિતી મુજબ ટ્રક ચાલકે રોડ પર ટ્રક ઉભી રાખેલ હોય બાઈક ચાલકો અકસ્માતનો ભોગ બન્યા છે.જયારે ટ્રક ચાલક સ્થળ ઉપર ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો.અકસ્માત બાબતે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે.





