ઝઘડિયા પંથકમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાતા વાહનચાલકો અટવાયા

SHARE:

(જયશીલ પટેલ,ઝઘડીયા)

આજે વહેલી સવારે ઝઘડિયા તાલુકામાં ધુમ્મસ છવાતા હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો.વહેલી સવારે ધુમ્મસીયો માહોલ સર્જાયો હતો. ઠેરઠેર વાતાવરણમાં ધુમ્મસના કારણે આગળનું કશુ દેખાતું ન હોઈ ધોરીમાર્ગ પર પસાર થતા વાહન ચાલકો હાલાકિમાં મુકાયા હતા અને આગળનું કશુ દેખાતું ન હોવાના કારણે વાહનચાલકો ધીમેધીમે વાહનોની લાઈટો ચાલુ કરીને પસાર થતા જોવા મળ્યા હતા.જ્યારે ઘણાખરા વાહનચાલકોએ તેમના વાહનો રોડ ની બાજુમાં પાર્ક કરી દઇને ધુમ્મસ ખુલે તેની રાહ જોઈને બેઠા હતા.વહેલી સવારે ધુમ્મસીયો માહોલ ઉપરાંત ઠંડીને લઈને તેની અસર સ્વાભાવિક જ જનજીવન પર જોવા મળી હતી.ધુમ્મસને કારણે લોકો ધુમ્મસ દુર થાય તેની રાહ જોતા ઘરોમાં બેસી રહ્યા હતા અને ધુમ્મસીયું વાતાવરણ દુર થયા બાદ પોતાના કામે લાગ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ચાલુ સાલે દિવાળી બાદ નવા વર્ષની શરૂઆતે કમોસમી વરસાદ થતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.ત્યાર બાદ શિયાળો પુરબહારમાં ખીલતા વાતાવરણમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો અને આજે તાલુકામાં ધુમ્મસ છવાતા લોકોએ હિલ સ્ટેશન પર બેઠા હોવાનો અનુભવ માણ્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!