અંકલેશ્વર નેશનલ હાઈવે પર પાર્ક કરેલા કેમિકલ ભરેલા કન્ટેનરમાં આગ ભભૂકી ઉઠી : સદ્દનસીબે કોઈ જાનહાની નહીં

SHARE:

– પાર્ક કરેલા કન્ટેનરમાં આગ ક્યાં કારણોસર લાગી તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી 

ભરૂચ,

અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 (NH-48) પર પાર્ક કરેલા કેમિકલ ભરેલા કન્ટેનરમાં આગ લાગી હતી.આ ઘટના ભરૂચ-અંકલેશ્વર વચ્ચે બની હતી, જેના કારણે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા, જેનાથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથધરી હતી. સુરક્ષાના ભાગરૂપે પોલીસે સર્વિસ રોડ ખાલી કરાવ્યો હતો અને હાઈવે પર વાહનવ્યવહારને નિયંત્રિત કર્યો હતો.આગના કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.જોકે સદ્દનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ ન હતી.

કેબિનમાં સૂતો હતો ત્યારે અચાનક આગ લાગી હતી.શરૂઆતમાં જાતે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ આગ વધુ ફેલાતા ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી અને કન્ટેનર કેમિકલ પાવડર ભર્યો હોવાનું કન્ટેનર ચાલકે જણાવ્યું હતું.

પાર્ક કરેલા કન્ટેનરમાં આગ ક્યાં કારણોસર લાગી તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!