ભરૂચના દાંડિયા બજાર સ્થિત શનિદેવ મંદિરે શનિ જન્મોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન

SHARE:

– શનિયાગ, ત્રિકાળ આરતી અને મહાપ્રસાદ : ભરૂચના ભ્રુગુઋષિ મંદિર પરિસરમાં શનિ જન્મોત્સવનો થનગનાટ

ભરૂચ,

ભરૂચ શહેરના દાંડિયા બજાર સ્થિત શ્રી સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસ્ટ સંચાલિત શ્રી શનિદેવ મંદિર અને ભ્રુગુઋષિ મંદિર ખાતે આગામી તારીખ ૧૬ મે ૨૦૨૬, શનિવારના રોજ વૈશાખ વદ અમાસ નિમિત્તે શનિદેવ જન્મોત્સવની આસ્થાભેર ઉજવણી કરવામાં આવશે.

​આ પાવન અવસરે શનિદેવના દર્શનનો સમય સવારે ૬:૦૦ થી રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધી રહેશે. ઉત્સવ દરમિયાન સવારે ૬:૩૦ કલાકે મંગળા આરતી, બપોરે ૧૨:૦૦ કલાકે મધ્યાહન આરતી અને સાંજે ૭:૦૦ કલાકે સંધ્યા આરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જન્મોત્સવના મુખ્ય આકર્ષણ રૂપે બપોરે ૩:૦૦ થી ૬:૦૦ કલાક દરમ્યાન ‘શનિયાગ’ હોમ-હવન યોજાશે.

​ધાર્મિક કાર્યક્રમોની સાથે ભક્તો માટે સવારે અલ્પાહાર અને પંચામૃત પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે સાંજે ભવ્ય મહાપ્રસાદીનું આયોજન છે. ભાર્ગવ પંચ ટ્રસ્ટ દ્વારા ભરૂચના તમામ ધર્મપ્રેમી જનતાને આ મહોત્સવમાં સહભાગી થઈ દર્શન અને પ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!