ભરૂચ,
ભરૂચના ત્રીજા એડીશનલ સીવીલ જજ એન્ડ જે.એમ.એફ.સી.સાહેબની કોર્ટમાં ચેકબાઉન્સની ક્રિમીનલ ફરિયાદમાં આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરવામાં આવ્યો હતો.
મહેરબાન ભરૂચના ત્રીજા એડીશનલ સીવીલ જજ એન્ડ જે.એમ.એફ.સી. સાહેબની કોર્ટમાં ફરિયાદી બેસ્ટ કન્સ્ટ્રક્શનના સોલ પ્રોપ્રાઈટર સાદીક સાબુર શેખ, રહે.છીપવાડ, મદીના હોટલ પાસે,ભરૂચ નાઓએ આરોપી શારદા કન્સ્ટ્રક્શન એન્ડ એન્જીનીયરીંગના સોલ પ્રોપ્રાઈટર પુજા કુમારી, રહે.બાકરોલ, તા.જી.આણંદ નાઓ વિરૂધ્ધ NI એકટની કલમ-138 હેઠળ રૂા.8,00,000 ના ચેકબાઉન્સની ક્રિમીનલ ફરિયાદ નંબર 7141/2024 દાખલ કરેલ.જે સદર ફરિયાદના કામે આરોપીના એડવોકેટ વર્ષા કે.પાટીલની દલીલો અને પુરાવાઓ ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે આરોપી શારદા કન્સ્ટ્રક્શન એન્ડ એન્જીનીયરીંગના સોલ પ્રોપ્રાઈટર પુજા કુમારી નાઓને ધી નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881 ની કલમ 138 મુજબના શિક્ષાને પાત્ર ગુનાના તહોમતમાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ તારીખ 06/05/2026 ના રોજ કરવામાં આવ્યો હતો.




