ઝઘડિયાના રઝલવાડા નજીક રોડ પર ઉભેલા મોટર સાયકલ ચાલકને માર મારતા ચાર ઈસમો સામે ફરિયાદ

SHARE:

– મોટર સાયકલ ચાલક ઉભો રહીને પાનપડિકી ખાતો હતો ત્યારે ફોર વ્હિલરમાં આવેલ ઈસમે પાઈપથી હુમલો કર્યો : અન્ય ઈસમોએ ઢિકાપાટુનો માર માર્યો

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક નેત્રંગ રોડ પર રઝલવાડા ગામના બસ સ્ટેન્ડ નજીક ઉભેલા એક ૩૭ વર્ષીય મોટર સાયકલ ચાલક યુવકને ચાર ઈસમોએ પાઈપથી તેમજ ઢિકાપાટુનો માર માર્યો હોવા બાબતની ફરિયાદ રાજપારડી પોલીસ મથકમાં નંધાવવામાં આવી હતી.

આ અંગે રાજપારડી પોલીસ માંથી મળતી વિગતો મુજબ મુળ ઝઘડિયા તાલુકાના કાંટોલનો રહીશ અને હાલ પઠાર ગામે સાસરીમાં પરિવાર સાથે રહેતો જિગ્નેશભાઈ ફતેસિંગ વસાવા નામનો ૩૭ વર્ષીય યુવક ડ્રાઈવિંગનો વ્યવસાય કરે છે.કાંટોલ ગામે જિગ્નેશના મકાનનું કામ ચાલતું હોઈ તે તા.૧૦ મીના રોજ મોટર સાયકલ લઈને કાંટોલ ગયો હતો અને ત્યાર બાદ બપોરના પરત જવા નીકળ્યો હતો.તે બપોરના પોણા ત્રણ વાગ્યે રઝલવાડા ગામના બસ સ્ટેન્ડ નજીક પાનપડિકી ખાવા ઉભો રહ્યો હતો.તે સમયે આંબાવાડી ગામનો અરૂણ વસાવા નામનો ઈસમ ફોર વ્હિલર ગાડી લઈને ત્યાં આવ્યો હતો અને જિગ્નેશ પાસે આવીને ગાળો બોલવા લાગ્યો હતો અને કોઈ કારણસર લોખંડની પાઈપથી જિગ્નેશને શરીરના વિવિધ ભાગોએ પાઈપથી માર માર્યો હતો.માર વાગતા જિગ્નેશ નીચે પડી ગયો હતો અને અરૂણ ત્યાંથી જતો રહ્યો હતો.ત્યાર બાદ સુકલભાઈ વસાવા,મેલસીંગ વસાવા તેમજ રાજુભાઈ આહિર નામના ત્રણ ઈસમો ત્યાં આવ્યા હતા અને એ લોકોએ પણ જિગ્નેશને ઢિકાપાટુનો માર માર્યો હતો.આ દરમ્યાન જિગ્નેશ બેભાન થઈ ગયો હતો.જિગ્નેશને સારવાર માટે અવિધા સરકારી દવાખાને લઈ જવાયો હતો.ત્યાર બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો.જિગ્નેશને કયા કારણસર માર મારવામાં આવ્યો તેની કોઇ જાણ થઈ નહતી.ઘટના સંદર્ભે મારનો ભોગ બનેલ જિગ્નેશ વસાવાએ અરૂણ વસાવા રહે.ગામ આંબાવાડી તા.ઝઘડિયા, સુકલભાઈ વસાવા રહે.ગામ કપાટ તા.ઝઘડિયા,મેલસીંગ વસાવા રહે.ગામ આંબાખાડી તા.ઝઘડિયા તેમજ રાજુભાઈ આહિર રહે.નિલકંઠ ક્વોરી ગામ કદવાલી તા.ઝઘડિયાના વિરૂધ્ધ રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!