(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયાબાદ નર્મદા જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટી એબહુમતી મેળવી છે.જિલ્લા પંચાયત પ્રમુખ આદિજાતિ મહિલા બનશે. રાજપીપલા નગરપાલિકામાં ભાજપનું શાસન રહેશે અને ત્યાં સામાન્ય મહિલા પ્રમુખ બનશે. આઉપરાંત, ૬ તાલુકા પંચાયતોમાં પ્રમુખ પદની ૩ બેઠક આદિજાતિ પુરુષ અને ૩ આદિજાતિ મહિલા માટે અનામતજાહેર કરવામાં આવી છે.નર્મદા જિલ્લા પંચાયતની ૧૫ બેઠકો જીતીને AAP વહીવટ સંભાળશે.ડેડીયાપાડા, સાગબારા, ચીકદા અને ગરુડેશ્વર તાલુકા પંચાયતમાં પણ AAP નું શાસન રહેશે. જ્યારે નાંદોદ અને તિલકવાડા તાલુકા પંચાયતમાં ભાજપ સત્તા પર રહેશે.રાજપીપલા નગરપાલિકામાં ભાજપનો વહીવટ રહેશે.નર્મદા જિલ્લા પંચાયતમાં પ્રથમ અઢી વર્ષ માટે આદિજાતિ મહિલા માટે પ્રમુખ પદ અનામત રાખવામાં આવ્યું છે.ત્યાર બાદ આદિજાતિ પુરુષ માટે રહેશે.રાજપીપલા નગરપાલિકામાં પણ પ્રથમ ટર્મ સામાન્ય મહિલા માટે અને પછી આદિજાતિ મહિલા માટે પ્રમુખ પદ અનામત છે, જેના કારણે રાજપીપલા શહેરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.તાલુકા પંચાયતોની વાત કરીએ તો, ડેડીયાપાડા, ગરૂડેશ્વર અને તિલકવાડા તાલુકા પ્રમુખ માટે મહિલા અનામત બેઠકો જાહેર કરાઈ છે.જ્યારે નાંદોદ, સાગબારા અને ચીકદા તાલુકા પંચાયતમાં પુરુષ આદિજાતિ અનામત પ્રમુખ બનશે.રાજપીપલા નગરપાલિકામાં ભાજપે ૨૮ માંથી ૨૫ બેઠકો જીતી છે, જ્યારે ૩ અપક્ષ સભ્યો છે.ભાજપ પાસે સામાન્ય મહિલા ઉમેદવારોમાં ૬ દાવેદારો છે વોર્ડ ૧ માં દીપિકા પટેલ, શર્મિષ્ઠા કા. પટેલ,વોર્ડ ૪ માં શિવાની મહેતા,વોર્ડ ૫ માં અર્પિતા માછી,વોર્ડ ૬ માં ધર્મિષ્ઠા પટેલ અને વોર્ડ ૭ માંભાવના પટેલ.આ છ માંથી કોની પસંદગી થશે તે અંગે રાજપીપલા કમલમ ખાતે તમામ વોર્ડના સેન્સ લેવાયા હતા પરંતુ કોકડું ગૂંચવાયું છે.તિલકવાડા તાલુકા પંચાયત પ્રમુખ માટે મહિલા આદિજાતિ અનામત અને નાંદોદ તાલુકા પંચાયત પ્રમુખ માટે આદિજાતિ પુરુષ અનામત વિજેતા ઉમેદવારોના સેન્સ લેવાયા છે.આગામી સપ્તાહમાં બેઠક કરીને પ્રમુખના ઉમેદવાર જાહેર કરાશે.જિલ્લા પંચાયત અને ચાર તાલુકા પંચાયતોના પ્રમુખોની પસંદગી ધારાસભ્ય ચૈતર વસાવા, પ્રદેશ પ્રમુખ અને ટીમને વિશ્વાસમાં લઈને કરશે.




