દહેજ ખાતે ટોક્સિક કેમિકલ એક્સ્પોઝર મેનેજમેન્ટ વિષયક CME નું સફળ આયોજન

SHARE:

ભરૂચ,

દીપક મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ,દહેજ ખાતે “ટોક્સિક કેમિકલ એક્સ્પોઝર મેનેજમેન્ટ” વિષય પર સતત વૈદ્યકીય શિક્ષણ કાર્યક્રમ (CME) નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

દહેજ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં વધતા ઔદ્યોગિક વિકાસ અને કેમિકલ ઉદ્યોગોની સંખ્યાને ધ્યાનમાં રાખીને આરોગ્ય કર્મચારીઓમાં ઝેરી રાસાયણિક પદાર્થોના પ્રભાવ અને તેની તાત્કાલિક સારવાર અંગે જાગૃતિ વધારવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો.આ CME કાર્યક્રમમાં ડૉક્ટરો,ઈમર્જન્સી ફિઝિશિયન,ઈન્ટેન્સિવિસ્ટ,નર્સિંગ સ્ટાફ,પેરામેડિકલ સ્ટાફ તેમજ આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમ્યાન ઝેરી કેમિકલના સંપર્કથી થતી અસર, પ્રાથમિક સારવાર, ડિકન્ટામિનેશન પ્રક્રિયા,ઈમર્જન્સી મેનેજમેન્ટ, ICU સારવાર તેમજ ઔદ્યોગિક દુર્ઘટનાઓ દરમ્યાન તાત્કાલિક પ્રતિસાદ જેવી અગત્યની બાબતો પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ટોક્સિક કેમિકલ વિશેષજ્ઞ ડૉ.તેજસ પ્રજાપતી ઓએ વિવિધ કેસ સ્ટડી અને આધુનિક સારવાર પદ્ધતિઓ અંગે માહિતી આપી હતી.તેમણે જણાવ્યું હતું કે સમયસર ઓળખ, ઝડપી સારવાર અને સુવ્યવસ્થિત ટીમ વર્ક દ્વારા કેમિકલ એક્સ્પોઝરના ગંભીર પરિણામોને ઘટાડવામાં મદદ મળી શકે છે.

કાર્યક્રમ દરમ્યાન ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી, પ્રિવેન્શન સ્ટ્રેટેજી અને હેલ્થકેર સિસ્ટમની તૈયારીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.ઉપસ્થિત તમામ તબીબો અને આરોગ્ય કર્મચારીઓએ કાર્યક્રમને ખૂબ જ ઉપયોગી અને જ્ઞાનવર્ધક ગણાવ્યો હતો.

કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા તમામ વક્તાઓ અને ઉપસ્થિત મહાનુભાવોને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તથા ભવિષ્યમાં પણ આવા શૈક્ષણિક કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!