નર્મદા નિગમ દ્વારા ૧૯૦ શહેરો અને ૧૦,૦૦૦ ગામોમાં પાણી પૂરું પાડવા છતાં ૬૨૩૧ કરોડ રૂપિયાના લેણાં બાકી

SHARE:

– પાણીના વપરાશ સામે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડને મળવાપાત્ર જંગી રકમ હજુ પણ બાકી

– ગુજરાતના નર્મદા નિગમના ૬૨૩૧ કરોડ રૂપિયાના લેણાં બાકી

– નગરપાલિકાઓ અને પંચાયતોની આવક મર્યાદિત હોવાને કારણે તેઓ સમયસર નિગમના બિલોની ચુકવણી કરી શકતા નથી પરિણામે ઘરવપરાશના પાણીના પેટે સૌથી વધુ રકમ બાકી બોલે છે

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

સરદાર સરોવર નર્મદા નિગમને પીવાના, સિંચાઈ અને ઉદ્યોગોના પાણી પેટે ૬૨૩૧.૨૦ કરોડ વસૂલવાના બાકી છે.૧૯૦ શહેરો અને ૧૦,૦૦૦ ગામોમાં પાણી અપાય છે.ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદા નદીનું પાણી રાજ્યના ખૂણેખૂણે ૫હોંચાડવામાં આવે છે, પરંતુ આ પાણીના વપરાશ સામે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડને મળવાપાત્ર જંગી રકમ હજુ પણ બાકી છે. લેટેસ્ટ આંકડા મુજબ, વિવિધ એકમો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ નિગમને કુલ રૂ.૬૨૩૧.૨૦ કરોડચૂકવવાના બાકી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મહાનગરો સહિત રાજ્યના ૧૯૦ નાના શહેરો અને ૧૦,૦૦૦ થી વધુ ગામડાઓમાં નર્મદાનું પાણી પીવા માટે આપવામાં આવે છે. જોકે, નગરપાલિકાઓ અને પંચાયતોની

આવક મર્યાદિત હોવાને કારણે તેઓ સમયસર નિગમના બિલોની ચુકવણી કરી શકતા નથી. પરિણામે, ઘરવપરાશના પાણીના પેટે સૌથી વધુ રકમ બાકી બોલે છે.નર્મદા નિગમના લેણાંના આંકડાકીય વિશ્લેષણ પર નજર કરીએ તો, સૌથી વધુ બાકી ૨કમ ઘરવપરાશ એટલે કે પીવાના પાણીના પેટે બોલે છે, જે અંદાજે ૪૬૨૭.૫૬ કરોડ રૂપિયા જેટલી થવા જાય છે.ખેડૂતોને ખેતી માટે આપવામાં આવતા સિંચાઈના પાણીના પેટે પણ ૧૦૦૮.૦૬ કરોડ રૂપિયા હજી વસુલવાના બાકી છે.

આ ઉપરાંત, રાજ્યના વિવિધ ઔદ્યોગિક એકમો દ્વારા વાપરવામાં આવેલા પાણીના પેટે ૫૯૭.૭૮ કરોડ રૂપિયાની ૨કમ નિગમને ચૂકવવાની બાકી છે.આમ, ઘરવપરાશ, સિંચાઈ અને ઉદ્યોગ એમ ત્રણેયક્ષેત્રોના મળીને કુલ ૬૨૩૧.૨૦ કરોડ રૂપિયા જેટલી જંગી રકમ હજુ સુધી જમા થઈ નથી.

નોંધનીય છે કે, માત્ર પીવાના પાણી માટે જ ૪૬૦૦ કરોડથી વધુ રકમ બાકી છે. આ ઉપરાંત ઉદ્યોગો અને ખેતી માટે અપાતા પાણીના બિલોની વસૂલાત પણ નિગમ માટે પડકારરૂપ બની રહી છે.જો આગામી સમયમાં આ વસૂલાત ઝડપી નહીં બને તો નિગમના જાળવણી ખર્ચ અને ભવિષ્યના પ્રોજેક્ટ્સ પર તેની અસર પડી શકે છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!