(વિજય વસાવા,નેત્રંગ)
ધાણીખુંટ ખાતે આવેલ કરજણ નદી પર આવેલ ધારીયાધોધમાં ન્હાવા ગયેલ નેત્રંગ નગરમાં રહેતા યુવકનું ડુબી જતા મોત થતા નેત્રંગ નગર સહિત પંથક ભરના યુવકોમાં ધેરાશોકની લાગણી ફરીવળી છે.
નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર આવેલ એકતા નગર સોસાયટી ખાતે રહેતા તેજસ રાજેશભાઈ વસાવા ઉ.વ.૨૧ કે જેવો સૌરાષ્ટ્ર ના અમરેલી જીલ્લામાં આવેલ જીઈબીની જેટકો વિભાગની ડીવીઝન ઓફીસમાં જુનીયર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતો હોય જે રજા પર નેત્રંગ ઘરે આવેલ હતો.તા.૧૩ ના રોજ નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર આવેલ ધાણીખુટ ગામે કરજણ નદી પર આવેલ ધારીયાધોધ ખાતે તેના મિત્રો સાથે પિકનીંક મનાવવા માટે ગએલ હતો.જયા તેને પેટમાં ગરબર લાગતા કિનારે કુદરતી હજાતે ગએલ જયા હાથપાણીથી ધોવા જતા શરીરનું સમતોલન નહિ જળવાતા ઉંડા પાણીના ખાડામાં પડી જતા તેણે બચાવો બચાવોની બુમો પાડતા તેના મિત્રોએ પાણી માંથી બહાર કાઢી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત તેને સારવાર માટે લાવેલ હતા જયા સારવાર દરમ્યાન તેનું મોત નિપજયું હતું સદર બનાવની જાણ મરણ જનારની માતા મીરાબેન રાજેશભાઈ વસાવાએ નેત્રંગ પોલીસ ને કરી હતી.લાશનું પી.એમ થયા બાદ રાત્રિના કુટુંબીજનોએ લાશ આપવામાં આવી હતી જેની અંતિમ યાત્રા આજ રોજ તા.૧૪ ના રોજ નિકળતા મોટી સંખ્યામાં પંથકના વસાવા સમાજના તેમજ મિત્ર વર્તુળ જોડાયેલ હતો.




