રાજપીપલા પંથકમાં ગેરકાયદેસર મરઘા કેન્દ્ર ચાલતું હોઈ રહીશોને બર્ડ ફલૂનો ખતરો

SHARE:

– કલેકટરને આવેદનપત્ર આપી ગેરકાયદેસ૨ પોલ્ટ્રીફાર્મને કાયમી ધો૨ણે બંધ કરવાની માંગ 

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

રાજપીપલાના રહેણાંક વિસ્તારની અંદર ચાલતા પોલ્ટ્રીફાર્મ તાત્કાલિક ધોરણે બંધ કરાવવાબાબતે  રાજપીપળા ખાતે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

રાજપીપલા લાલટાવર કાળકામાતા રોડના રહીશોએ જણાવ્યું હતું કે અમારા રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર પેરેડાઈઝ મરઘા કેન્દ્ર ચાલે છે.અગાઉ અમોએ અવારનવાર આરોગ્ય કચેરી, મ્યુનીસીપાલીટી તેમજ પ્રાંત અધિકારી ને જાણ કરેલ છે.છતાં આ પોલ્ટ્રીફાર્મ પર કોઈ કાર્યવાહી કરતા નથી.અગાઉ અમોએ આ પોલ્ટ્રીફાર્મપોલ્યુશન તેમજ ગંદકી તથા રોગચાળો ફેલાય છે સ૨કા૨ તરફથી પોલ્ટ્રીફાર્મને ફકત સાફસફાઈ રાખવા માટેજ નોટિસ ફાળવવામાં આવે છે અને અગાઉ મ્યુનીસીપાલીટીએ

રૂા.૨૫,૦૦૦ નો દંડ ફટકારેલ છે.પણ આ કાર્યવાહી અમારા માટે યોગ્ય નથી.સદ૨ પોલ્ટ્રીફાર્મ દ્વા૨ા થતા પ્રદુષણનો સવાલ અમારા આરોગ્યનો છે.હાલ નવાપુર થી નંદુરબાર સુધી બર્ડ ફ્લૂનો કહેર ચાલતો હોય અમા૨ા વિસ્તા૨ના બર્ડ ફલૂની લોકો દહેશત સેવી રહ્યાં છે.

તેથી વહેલી તકે રહેણાંક વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસ૨ પોલ્ટ્રીફાર્મને કાયમી ધો૨ણે બંધ કરવા રજુઆત કરાઈ હતી તેમજ તાત્કાલિક કાર્યવાહી કરી પોલ્ટ્રીફાર્મ કાયમી બંધ કરવાની માંગ કરાઈ છે.આશ્ચર્યની વાત એ છે કે નઘરૂ અને નફ્ફટ તંત્રના પેટનું પાણી પણ હાલતુ નથી.રાજપીપલામાં ચાલતા ગેરકાયદેસર પોલ્ટ્રી ફાર્મના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં ઉણા ઉતરેલા તંત્રની સાંઠ ગાંઠ હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે ત્યારે મરઘાં કેન્દ્ર ચલાવતા સંચાલકો સામે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની માંગ કરી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!