ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ભરૂચમાં સરકાર ગ્રુપ દ્વારા છાશનું વિતરણ કરી રાહદારીઓને અપાઈ ગરમી માંથી રાહત

SHARE:

ભરૂચ,

ઉનાળામાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે ભરૂચ સહકાર ગ્રુપ યુવા મંડળ દ્વારા માનવ સેવાનો સુંદર પ્રયાસ હાથ ધરાયો હતો.જેમાં શહેરના પાંચબત્તી સર્કલ ખાતે યુવા મંડળના કાર્યકરો દ્વારા આશરે 300 લીટર ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ઉનાળામાં કાળઝાળ ગરમી પડી રહી છે જે ગરમીથી ત્રસ્ત રાહદારીઓ,વાહનચાલકો અને સ્થાનિક લોકોને છાશ પીવડાવી ગરમી માંથી રાહત આપવાનો પ્રયાસ ભરૂચના સરકાર ગૃપ યુવા મંડળ દ્વારા કરવામાં આવ્યો હતો.આ સેવાકીય કામગીરીને લોકો દ્વારા પણ સરાહના મળી હતી.આ પ્રસંગે વોર્ડ નંબર 8 માંથી કોંગ્રેસના ચૂંટાયેલા સભ્ય જીગ્નેશ બ્રહ્મભટ્ટ અને દિના ખુમાણ ઉપસ્થિત રહ્યા હતા.તેમણે યુવાનોના આ સેવાભાવી કાર્યને બિરદાવતાં જણાવ્યું હતું કે સમાજમાં આવી સેવાકીય પ્રવૃત્તિઓ વધુ થાય તેવી જરૂર છે.કાર્યક્રમ દરમ્યાન યુવા કોંગ્રેસના નિખિલ શાહ,સુફિયાન બારડોલીવાલા સહિત સરકાર ગ્રુપ યુવા મંડળના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.છાશના વિતરણ બાદ ત્યાં પડેલા ખાલી પ્લાસ્ટિકના ગ્લાસોને સરકાર ગૃપ યુવા મંડળના યુવાનો દ્વારા ડસ્ટબીન કરી સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

 

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!