રાજપીપળા અરવિંદ કેજરીવાલ સોમવારે પધારશે : જિલ્લા પંચાયતમાં સૌ પ્રથમ વાર આપના પ્રમુખ ઉપપ્રમુખની વરણી થશે

SHARE:

– ઐતિહાસિક જીત નિમિત્તે ભવ્ય “વિજય યાત્રા”રોડ શોમાં અરવિંદ કેજરીવાલ જોડાશે 

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

ગુજરાતમાં પ્રથમ વખત આમ આદમી પાર્ટી એ નર્મદા જિલ્લા પંચાયતમાં ભવ્ય વિજય મેળવ્યો છે.ત્યારે તા 25,/5/26ના રોજ સોમવારે જિલ્લા પંચાયતમાં સૌ પ્રથમ વાર આપના પ્રમુખ ઉપપ્રમુખની વરણી થશે.આ ઐતિહાસિક જીત નિમિત્તે ભવ્ય “વિજય યાત્રા”રોડ શો નું આયોજન કરવામાં આવ્યું છે.આ વિજય યાત્રા રોડ શોમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક  અરવિંદ કેજરીવાલ,ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીજી તથા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની વિશેષ ઉપસ્થિતિ રહેશે અને નવા પ્રમુખ ઉપપ્રમુખને અભિનંદન આપશે લ.આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, પદાધિકારીઓ અને જનતા જોડાશે.સાંજે સાંજે ૪ કલાકે ગાંધીચોક થી સંતોષ ચોકડી રાજપીપળા માં ભવ્ય રોડ શો યોજાશે જેના સ્વાગતની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!