ભરૂચ તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે હેમાક્ષી પટેલ અને ઉપપ્રમુખ તરીકે લક્ષ્મી ટંડેલની વરણી કરાઈ

SHARE:

– કારોબારી ચેરમેન તરીકે માર્મિક ગૌતમભાઈ પટેલ, પક્ષના નેતા તરીકે રાકેશ સરવણ ગોહિલ તેમજ દંડક તરીકે વિરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ રાજના નામ પણ નક્કી

ભરૂચ,

ભરૂચ જિલ્લામાં તાલુકા પંચાયતોની પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીને લઈને રાજકીય માહોલ વચ્ચે આજે ભરૂચ તાલુકા પંચાયતમાં ચૂંટણી અધિકારી મનીષા મનાણીની ઉપસ્થિતિમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી યોજાઈ હતી.જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિજય થયો હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાયા બાદ પ્રમુખ અને ઉપપ્રમુખનું એક પછી એક સુકાન સોંપાઈ રહ્યા છે. ત્યારે ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવનાર અમલેશ્વર બેઠક પરથી વિજેતા થયેલા હેમાક્ષીબેન ગૌરાંગભાઈ પટેલ વિજેતા જાહેર થયા હતા.જ્યારે ઉપપ્રમુખ પદ માટે ભાડભૂત બેઠક પરથી લક્ષ્મીબેન કાલિદાસ ટંડેલ ઉપપ્રમુખ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. વિજેતા ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.ભાજપે તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પદો પર જીત મેળવી સંગઠનની મજબૂત સ્થિતિ વધુ એકવાર સાબિત કરી છે.વિજેતા થયેલા પ્રમુખ- ઉપપ્રમુખ સહિતના હોદ્દાઓને શુભેરછાઓ પાઠવવા મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત તાલુકા પંચાયત કારોબારી ચેરમેન તરીકે માર્મિક ગૌતમભાઈ પટેલ, પક્ષના નેતા તરીકે રાકેશ સરવણ ગોહિલ તેમજ દંડક તરીકે વિરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ રાજના નામ પણ નક્કી કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!