ઝઘડિયા પંચાયત પ્રમુખ તરીકે સરસ્વતીબેન‌ વસાવા તો ઉપપ્રમુખ પદે ફૂલવાડી ગામના નરેન્દ્રભાઈ પટેલ ચૂંટાયા

SHARE:

(જયશીલ પટેલ,ઝઘડિયા)
તાજેતરમાં રાજ્યમાં તાલુકા જિલ્લા પંચાયતો અને નગરપાલિકાઓની ચુંટણીઓ યોજાયા બાદ તાલુકા જિલ્લાના નવા સુકાનીઓ કોણ બનશે તેની ચર્ચાઓ ઠેરઠેર જોવા મળી હતી.ત્યારે દક્ષિણ ગુજરાતમાં પોતાનું આગવું ભૌગોલિક સ્થાન ધરાવતા ભરૂચ જિલ્લામાં પણ નગરપાલિકાઓ સહિત ભરૂચ જિલ્લા પંચાયત અને વિવિધ તાલુકા પંચાયતોના નવા હોદ્દેદારો તરીકે કોની નિયુક્તિ થશે તેની અટકળો વ્યાપક બની હતી.ત્યારે ગતરોજ ઝઘડિયા તાલુકા પંચાયતના નવ નિયુક્ત પ્રમુખ તરીકે સરસ્વતીબેન સંદીપભાઈ વસાવા વરણી કરવામાં આવી હતી.ભરૂચ જિલ્લા ભાજપા પ્રમુખ પ્રકાશભાઇ મોદી દ્વારા ઝઘડિયા તાલુકા પંચાયતના નવા પ્રમુખ તરીકે સરસ્વતીબેન વસાવા અને ઉપપ્રમુખ તરીકે નરેન્દ્રભાઈ સુરેશભાઈ પટેલ, કારોબારી ચેરમેન તરીકે પાર્થ ઈશ્વરભાઈ વસાવાના નામની જાહેરાત કરવામાં આવતા તેઓ ચૂંટાઈ આવ્યા હતા.ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ પદના સ્થાન માટે ઉમેદવારની પસંદગી થતાં આ વાતે સમગ્ર ઝઘડિયા તાલુકાનું ગૌરવ વધાર્યું છે.ઝઘડિયા તાલુકાના નવા હોદ્દેદારોએ આ પ્રસંગે તેઓ તાલુકાના સર્વાંગી વિકાસ માટે મહત્વનું યોગદાન આપશે એવી કટિબધ્ધતા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે ઝઘડિયા તાલુકાના વિકાસ માટે ખભે ખભા મિલાવી સહિયારા પ્રયાસથી તાલુકાને વેગવંતો બનાવીશું તેની હું આજરોજ સૌ તાલુકાવાસીઓને ખાતરી આપું છું, આગામી દિવસોમાં હું અને મારી ટીમ તાલુકાના રોજગારી, રોડ, રસ્તા, પાણી, વીજળી ઉપરાંત નાગરિકોના પાયાની સુવિધા ના પ્રશ્નોને પ્રાધાન્ય આપી તેના પર કામ કરીશુ તેમ જણાવ્યું હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!