આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ નર્મદામાં : પહેલી વખત ત્રીજી પાર્ટી ની સરકાર બની

SHARE:

– આજે ગુજરાતમાં આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા માં સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી માં બની છે 

– જ્યારથી દેશ આઝાદ થયો છે ત્યારથી દેશ માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માં કોંગ્રેસ અને ભાજપ સિવાય કોઈની સરકાર નથી બની

– નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીનું ભવ્ય શક્તિ પ્રદર્શન : ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો : ઠેર ઠેર ચક્કાજામના દ્રશ્યો  

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

આજરોજ નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે નર્મદા જિલ્લાના ઈતિહાસમાં સૌપ્રથમવાર નર્મદા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટી એ સંપૂર્ણ બહુમતી સાથે જીતી હતી.સૌને વધાવવા આજે ખાસ અરવિંદ કેજરીવાલ,પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને અધ્યક્ષ, ઈસુદાન ગઢવી આપ, ગુજરાત ખાસ રાજપીપળા આવ્યા હતા.

તેમણે જિલ્લા પંચાયતના નવા પ્રમુખ ઉપપ્રમુખ અને ધારાસભ્ય  ચૈતર વસાવાને અભિનંદન આપ્યા હતાં તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે મને એ વાતની ખુશી છે કે નર્મદા જિલ્લામાં પહેલીવાર આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે. જ્યારથી દેશ આઝાદ થયો છે ત્યારથી ગુજરાતમાં જિલ્લા સ્તરે કોંગ્રેસ અને ભાજપા સિવાય બીજી કોઈ પાર્ટી સત્તામાં આવી નથી. પહેલીવાર ત્રીજી પાર્ટીની સરકાર બની રહી છે.નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીની સરકાર બની છે એ સાબિત કરે છે કે લોકો ત્રીજી પાર્ટીનો વિકલ્પ શોધી રહ્યા છે.

 ભાજપા અને કોંગ્રેસની જુગલબંધીથી લોકો પરેશાન થઈ ચૂક્યા છે.30 વર્ષથી ભાજપની સરકાર છે.હું નર્મદાના લોકોને અભિનંદન આપું છું કે જેમણે આમ આદમી પાર્ટીને જીતાડ્યા છે.મને આશા છે કે 2027 માં નર્મદામાંથી જે ચિનગારી નીકળી છે તે સમગ્ર ગુજરાતમાં ફેલાશે.2027 માં આમ આદમીની પૂર્ણ બહુમતની સરકાર બનશેએવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

એમણે દાહોદની પાર્ટીના કાર્યકરો પર થયેલા હુમલાના બાબતે જણાવ્યું હતું સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં છેલ્લા કેટલાક મહિનાથી અમારા ઉમેદવારો પર ઘણા હુમલા થયા છે એમના ઉપર ખોટા કેસો કરીને જેલમાં મૂકવામાં આવ્યા છે.એ મને ઉમેદવારી ફોર્મ ભરવામાં પણ રોકવામાં આવ્યા છે. લગભગ 700થી વધુ ઉમેદવારોને નોમિનેશન ફોર્મ ભરવાથી રોકવામાં આવ્યા છે.આમ આદમી ઉપરના અત્યાચાર થી પ્રજા કંટાળી છે. ખેડૂતો ઉપર લાઠીચાર્જ થાય છે કોઈ એવા facebook કે સોશિયલ મીડિયા પર કઈ લખે તો એની ધરપકડ કરવામાં આવે છે.કોક્રોચ જનતા પાર્ટીનો એકાઉન્ટ હેક કરવા બાબતે કેજરીવાલે જણાવ્યું હતું આ બતાવે છે કે દેશના યુવાનોમાં કેટલો આક્રોશ છે અને કેટલો ગુસ્સો છે. યુવાનો નોકરી ઈચ્છે છે શિક્ષણ ઈચ્છે છે નીટ ના પેપર લીકેજ થાય છે ત્યારે ગુસ્સો આવે છે.આ સરકારના રાજમાં ચોથી વાર પેપર લીક થયા છે. નીટની પરીક્ષા વ્યવસ્થિત આપી શકતી નથી તો સરકાર શું ચલાવશે? ગઈકાલે પાંચ વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી.સીબીએસસી ના પેપરમાં પણ ગોટાળા નીકળે છે.યુવાનોના રોજ કોકરોચ જનતા પાર્ટીના સ્વરૂપમાં નીકળે છે.

આજ રોડ શોમાં નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીનું ભવ્ય શક્તિ પ્રદર્શન યોજાયું હતું.ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.ઠેર ઠેર ચક્કા જામના દ્રશ્યો  સર્જયા હતાં.ગુજરાતના ખૂણે ખૂણેથી આદિવાસી આપના કાર્યકરો ઝંડો લઈને રેલીમાં નીકળ્યા હતાં રોડ શો લોક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું ભાજપ કોંગ્રેસ અન્ય પાર્ટીઓ શક્તિ પ્રદર્શન જોઈને દંગ રહી ગઈ હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!