ભરૂચમાં રીક્ષા ચાલકોની કલેક્ટરને રજૂઆત : ભાડા વધારો, નવા પરમીટ પર રોક અને દંડ ફી મામલે ઉઠી માંગ

SHARE:

ભરૂચ,

ભારત ઓટો રીક્ષા એસોસિએશન, ભરૂચ જિલ્લા દ્વારા જિલ્લા કલેક્ટરને વિવિધ પ્રશ્નોને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. એસોસિએશને જણાવ્યું હતું કે તાજેતરમાં સીએનજી ગેસના ભાવોમાં સતત વધારો થતાં રીક્ષા ચાલકો પર આર્થિક બોજો વધી રહ્યો છે. મોંઘવારી વચ્ચે રીક્ષા ચલાવવાનો ખર્ચ વધી ગયો હોવા છતાં છેલ્લા ચાર વર્ષથી રીક્ષા ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. વર્ષ 2022 બાદ આજદિન સુધી ભાડા દર યથાવત રહેતાં રીક્ષા ચાલકોની આવક પર સીધી અસર પડી રહી હોવાનું જણાવી વર્ષ 2026માં ભાડા વધારાની માંગ કરવામાં આવી હતી.આ ઉપરાંત ભરૂચ શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને નવા રીક્ષા પરમીટ તાત્કાલિક બંધ કરવાની માંગ પણ ઉઠાવવામાં આવી હતી. એક વર્ષ અગાઉ પણ આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી તેવી રજૂઆત એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી.

તે સિવાય 15 વર્ષ જૂની રીક્ષાઓ માટે વસૂલવામાં આવતી પ્રતિદિન ₹50 દંડ ફી અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી. એસોસિએશને જણાવ્યું હતું કે દૈનિક દંડની જગ્યાએ લમ્પસમ પદ્ધતિથી દંડ વસૂલવામાં આવે તો રીક્ષા ચાલકોને રાહત મળી શકે.રીક્ષા ચાલકોના પ્રશ્નોને ધ્યાનમાં લઈને યોગ્ય અને તાત્કાલિક નિર્ણય લેવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!